ટોપ ન્યૂઝનેશનલ

Byju’sનું એક સમયે 22 બિલિયન અમેરિકી ડૉલરનું મૂલ્ય હતું, હવે છે ‘શૂન્ય’

મુશ્કેલીમાં મુકાયેલી એડટેક કંપની Byju’s વધતી જતી કાનૂની લડાઈઓ વચ્ચે કર્મચારીઓને પગાર આપવા માટે સંઘર્ષ કરી રહી છે. એડટેક ફર્મ Byjuનું મૂલ્ય એક સમયે યુએસ 22 બિલિયન અમેરિકી ડૉલર હતું, તે હવે શૂન્ય થઇ ગયું છે, એમ નાણાકીય ફર્મ HSBCએ તેના એક નિવેદનમાં જણાવ્યું છે, જેને લીધે ઘણા લોકોને આંચકો લાગ્યો છે. HSBC એ બાયજુમાં રોકાણ કંપની પ્રોસુસના લગભગ 10 ટકા હિસ્સા (અથવા લગભગ $500 મિલિયન)ને શૂન્ય મૂલ્ય આપ્યું છે.

“અમે બહુવિધ કાનૂની બાબતોને ધ્યાનમાં લઇને અને કંપની પાસે ભંડોળના અભાવ વચ્ચે Byju’sના હિસ્સાને શૂન્ય મૂલ્ય છીએ,” એમ HSBCએજણાવ્યું છે.

Read More: ઓનલાઈન ફ્રોડ રોકવા RBIએ મહત્વની જાહેરાત કરી, ડિજિટલ પેમેન્ટ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ શરુ કરશે

Byju’s 2022 ની શરૂઆતમાં SPAC સોદા દ્વારા જાહેરમાં જવાની તૈયારી કરી રહી હતી જેનાથી કંપનીનું મૂલ્ય વધીને 40 બિલિયન અમેરિકન ડૉલર જેટલું થવાનું હતું. આ વર્ષે જાન્યુઆરીમાં, યુએસ સ્થિત ઇન્વેસ્ટમેન્ટ ફર્મ બ્લેકરોકે Byju’sમાં તેના હોલ્ડિંગનું મૂલ્ય 2022ની શરૂઆતમાં 22 બિલિયન અમેરિકન ડૉલરથી ઘટાડીને માત્ર 1 બિલિયન અમેરિકન ડૉલરકર્યું હતું. બ્લેકરોક Byjuમાં 1 ટકાથી પણ ઓછા હિસ્સો ધરાવે છે.

Read More: સેન્સેક્સમાં ૨૫૦૭ પોઇન્ટનો જંગી ઉછાળો, શેરબજાર નવી વિક્રમી સપાટીએ

આ સપ્તાહની શરૂઆતમાં, લેણદારોના એક જૂથે Byjuની યુએસ સબસિડિયરી સાથે જોડાયેલી નવી કંપનીઓ સામે યુએસ કોર્ટમાં નાદારી અરજી નોંધાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે આ નવી કંપનીઓ તેમના દેવાની ચૂકવણી કરી રહી નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત