વેપાર અને વાણિજ્ય

વિશ્વ બજાર પાછળ સન ક્રૂડ સિવાયના આયાતી તેલમાં આગેકૂચ, દેશી તેલમાં મિશ્ર વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ૧૨૨ સેન્ટનો સુધારો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૧૬ રિંગિટ વધી આવ્યાના અહેવાલો સાથે સ્થાનિક ખાદ્યતેલ બજારમાં પણ આજે એકમાત્ર સન ક્રૂડના ભાવમાં જોવા મળેલા ૧૦ કિલોદીઠ રૂ. પાંચના ઘટાડાને બાદ કરતાં અન્ય આયાતી તેલના ભાવમાં આગેકૂચ જળવાઈ રહી હતી. જેમાં ૧૦ કિલોદીઠ ક્રૂડ પામતેલમાં રૂ. સાત, આરબીડી પામોલિનમાં રૂ. છ અને સોયા રિફાઈન્ડ, સોયા ડિગમ તથા સન રિફાઈન્ડમાં રૂ. પાંચનો સુધારો આવ્યો હતો.

વધુમાં આજે દેશી તેલમાં સ્ટોકિસ્ટોની વેચવાલી અને નિરસ માગે ભાવ ૧૦ કિલોદીઠ રૂ. ૧૦ ઘટી આવ્યા હતા, જ્યારે રાજસ્થાનના મથકો પાછળ સરસવના ભાવ ૧૦ કિલોદીઠ રૂ. ૧૦ વધી આવ્યા હતા. જોકે, આજે સ્થાનિકમાં માત્ર સેલરિસેલ ધોરણે થયેલા છૂટાછવાયા વેપારને બાદ કરતાં હાજર અને ડાયરેક્ટ ડિલિવરી શરતે વેપાર નિરસ રહ્યા હતા.

હાલમાં ખાસ કરીને આરબીડી પામોલિનમાં ફરતા માલની ખેંચ વચ્ચે ડાયરેક્ટ ડિલિવરી શરતે માત્ર રિલાયન્સ રિટેલ, રૂચી અને ગોલ્ડન એગ્રીના આરબીડી પામોલિનના ભાવ અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૯૩૩, રૂ. ૯૨૫ અને રૂ. ૯૩૦ ક્વૉટ થઈ રહ્યા હતા. આ સિવાય અન્ય કોઈ રિફાઈનરોએ ભાવ નહોંતા ક્વૉટ કર્યા તેમ જ વેપારનો પણ અભાવ હતો. જોકે, આજે માત્ર સેલરિસેલ ધોરણે આરબીડી પામોલિનના છૂટાછવાયા વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૯૧૮થી ૯૨૦ આસપાસના મથાળે થયા હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું. આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી તેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૯૧૬, ક્રૂડ પામતેલના રૂ. ૮૯૨, સોયા રિફાઈન્ડના રૂ. ૯૬૦, સોયા ડિગમના રૂ. ૯૩૦, સન રિફાઈન્ડના રૂ. ૯૭૫, સન ક્રૂડના રૂ. ૯૨૦, સિંગતેલના રૂ. ૧૪૮૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૯૯૦ અને સરસવના રૂ. ૧૧૬૦ના મથાળે રહ્યા હતા, જ્યારે આજે ગુજરાતના મથકો પર કપાસિયા રિફાઈન્ડ અને સિંગતેલના વેપાર અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૯૨૫થી ૯૩૦માં અને રૂ. ૧૪૩૫માં તથા સિંગતેલના તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૩૦૦માં ટકેલા ધોરણે થયા હતા.

આજે મધ્ય પ્રદેશનાં મથકો પર અંદાજે ૧.૨૫ લાખ ગૂણી સોયાસીડની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૪૩૫૦થી ૪૬૭૫માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. ૪૬૫૦થી ૪૭૭૫માં થયા હતા, જ્યારે ઈન્દોર ખાતે હાજરમાં સોયા રિફાઈન્ડના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૯૬૫થી ૯૭૦માં થયાના અહેવાલ હતા. વધુમાં આજે રાજસ્થાનના મથકો પર ૩.૫ લાખ ગૂણી સરસવની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૬૨૨૫થી ૬૨૫૦માં થયા હતા. આ સિવાય સરસવ એક્સપેલેરના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૧૧૮૨માં અને કચ્ચી ઘાણીના વેપાર રૂ. ૧૧૯૨માં થયા હતા, જ્યારે સરસવ ખોળના વેપાર ક્વિન્ટલે રૂ. ૨૮૦૦થી ૨૮૦૫માં થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો