આપણું ગુજરાત

જાણીતા બોડી બિલ્ડરને કોઈનો ખૌફ નથી : એક વિદ્યાર્થી પર જાનવર જેવો અત્યાચાર કરી મારી નાખવાની ધમકી આપી

અમદાવાદ : જાણીતા બોડી બિલ્ડર અને ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર રજત દલાલની (Rajat Dalal) પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, કારણ કે તેના પર એક વિદ્યાર્થીનું અપહણર કરીને તેની સાથે પશુ કરતા પણ ખરાબ વર્તન કર્યું હોવાના આરોપો છે. પ્રાપ્ત વિગતો અનુસાર રજત દલાલે એક વિદ્યાર્થીનું અપહરણ કરીને તેના મોઢા પર ગોબર લગાવ્યું અને ત્યાર બાદ બાથરૂમ પણ સાફ કરાવ્યું હતું. અહીથી ન અટકતા તેને વિદ્યાર્થીના મોઢા ઉપર પેશાબ કરીને ઢોરમાર માર્યાનો વિડીયો પણ બનાવ્યો. આ ઘટના બાદ વિદ્યાર્થીએ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

અમદાવાદના સાબરમતીમાં રહેતા એક વિદ્યાર્થીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જાણીતા બોડી બિલ્ડર રજત દલાલ સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થી BSCના પહેલાં વર્ષમાં અભ્યાસ કરે છે અને તેને ચાંદખેડા ખાતે આવેલા જિમમાં કસરત કરવાઆ માટે જાય છે. એક મહિના પહેલાથી તેને જિમ જોઇન કર્યું હતું અને આ દરમિયાન તેણે રજત દલાલના ફોટા સાથે એક પોસ્ટ શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું, કે રોજ સુબહ અપના મુહ જીમમે દીખા કર મેરા દીન ખરાબ કરતા હુઆ.

આ મામલે ACP કણસાગરાએ જણાવ્યું હતું કે, રજત દલાલે પીડિતના ઇન્સ્ટાગ્રામ આઇડી પર ફોન કર્યો હતો અને જીમમાં આવવાનું કહ્યું હતું. જોકે બાદમાં રજત દલાલે વિદ્યાર્થીના ઘરનું સરનામું માંગીને તેની સોસાયટીમાં પહોંચી ગયા હતા અને ફોન કરીને નીચે મળવા માટે બોલાવ્યો હતો. જ્યારે તે વિદ્યાર્થી રજત દલાલને મળવા માટે આવ્યો ત્યારે કાળા કલરની થાર લઈને આવેલા રજત અને તેના અન્ય બે મિત્રોએ તેને જબરજસ્તી થારમાં બેસાડીને અપહરણ કરીને લઈ ગયા હતા.

રજતે વિદ્યાર્થીને ધમકી આપી હતી કે, મેરા વીડિયો બનાને કી તેરી હિંમત કેસે હુંઈ, મેં તુજે કાટ ડાલુગાં, તુજે નહીં છોડુગાં. કારમાં બેસાડીને રજત અને તેના મિત્રોએ વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. વિદ્યાર્થીએ ચાંદખેડા ખાતે આવેલા એક તબેલામાં લઈ જઈને તેના મોઢા પર ગોબર લગાવી તેને ચપ્પલથી માર માર્યો હતો. જેનો વીડિયો પણ ઉતાર્યો હતો. બાદમાં તેને ગાળો બાલીને તેની પાસે ઉઠક બેઠક કરાવી હતી. જેનો રજતે વીડિયો પણ ઉતાર્યો હતો.

બાદમાં વિદ્યાર્થીને ઢસેડી જબરજસ્તી ફ્લેટમાં લઈ જઈ બાથરૂમ સાફ કરાવી માર માર્યો હતો. જો કે રજતે તેના મોઢા ઉપર પેશાબ પણ કર્યો હતો. અને ધમકી આપતા કહ્યું હતું કે તું નાનો છે એટલે છોડી દઉં છું બાકી જાણથી મારી નાખત. હું હરિયાણાનો જાટ છું અને મરી ખૂબ ઊંચે સુધી પહોંચ છે. અહીની પોલીસ મારુ કઈ નહિ બગાડી શકે. અંતે વિદ્યાર્થીને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સાબરમતી પોલીસે રજત સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button