જૈન મરણ
પાટણ વિશા પોરવાલ જૈન
પાટણ નિવાસી વખારનો પાડો હાલ મુંબઈ સુશીલાબેન (ઉં. વ. ૯૫) તે કાંતીલાલ નાગરદાસ શાહના ધર્મપત્ની. હીરાબેન પોપટલાલ લલ્લુચંદ જવેરીના સુપુત્રી. જ્યોત્સનાબેન કીરીટભાઈ શાહ, નલીનીબેન નવીનભાઈ જવેરી, પ્રવીણાબેન પ્રદીપભાઈ શાહના માતુશ્રી. મહેન્દ્રભાઈ બાપુલાલ શાહના કાકી ૬/૬/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
સોરઠ વિશાશ્રીમાળી જૈન
સરદારગઢ નિવાસી હાલ મુંબઈ ચોપાટી, અરવિંદભાઈ ખીમચંદ પારેખ (ઉં. વ. ૮૩) તે વાસંતીબેનના પતિ. સ્વ. રસીકભાઈ, સ્વ. જયંતીભાઈ, પ્રવિણભાઈ, સ્વ. જગદિશભાઈ, સ્વ. કુમુદબેન તથા જ્યોત્સનાબેનના ભાઈ અને અમિતભાઈ તથા ભવ્યતિબેનના પિતાશ્રી. મોનાબેનના સસરા. રાહિલભાઈ તથા મનાલી, રાશિ તથા જમાઈ આયુષભાઈના દાદાજી ને દાદાજી સસરા ૬/૬/૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ સુવઈના સ્વ. ખિતેશ આસધીર ગોવર કારીયા (ઉં. વ. ૪૪) બુધવાર, ૫-૬-૨૪ના થાણા મધ્યે અવસાન પામેલ છે. તે સ્વ. બુધ્ધીબેન કરમણ ગોવરના પૌત્ર. ગં. સ્વ. મણીબેન આસધીરના પુત્ર. પ્રિતી, સ્વ. પ્રજ્ઞાના ભાઈ. પુનશી માડણ ફરીયાના સાળા. સ્વ. મોનીકા, મેહુલસ ખુશીના મામા. ગામ સુવઈના ગં. સ્વ. ખેતઈબેન તેજશી શામજી બૌવાના દોહિત્રી. પ્રાર્થના રાખેલ નથી. ઠે. અપર્ણા બિલ્ડીંગ, ચરઈ, થાણા-વેસ્ટ.
ગામ આધોઈના સ્વ. ખીમજીભાઈ ગેલાભાઈ સુરજી ડાઘાના (ઉં. વ. ૭૪) બુધવાર, ૫-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. હિરુબેન ગેલાભાઈના પુત્ર. સ્વ. મોંઘીબેન મણીના પતિ. જયેશ, અમિતા, મીનાના પિતાશ્રી. જયશ્રી સ્વ. પ્રવિણના સસરા. જીગર, નીતના દાદા. સ્વ. જેવીબેન કાથડ ખાખણ ગાલાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિવાસસ્થાન આર. પી. ચાલ, રૂમ નં. ૩, અંબોલી, અંધેરી-વેસ્ટ.
ગામ આધોઈના સ્વ. વાલજી ગાંગજી અજા નિસર (ઉં. વ. ૮૨) બુધવાર, ૫-૬-૨૪ના અવસાન પામેલ છે. તે ગૌરીબેન ગાંગજીના પુત્ર. તે સ્વ. નામાબેન અજા વિરમના પૌત્ર. પરમાબેનના પતિ. લખમ, વિનોદ, અરૂણા, દમયંતીના પિતાશ્રી. રંજન, હેમલતા, દેવેન્દ્ર ચરલા, રાજ જૈનના સસરા. મણીલાલ, ભાણજીના મોટાભાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિવાસસ્થાન: ડી-૨૦૪, સુમેરનગર, બી. નં. ૩, એસ. વી. રોડ, બોરીવલી (વે).
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
ખેડા નિવાસી હાલ વિલેપાર્લે માતુશ્રી નીનાબેન શાહ (ઉં. વ. ૮૬) સ્વ. જગદીશભાઈ ભાઈલાલભાઈ શાહના પત્ની ૫-૬-૨૪ના અરિહંતશરણ થયા છે. પ્રાર્થનાસભા ૮-૬-૨૪, શનિવારના ૪ થી ૫.૩૦. ઠે. જલારામ હોલ, રોડ નં. ૬, જમનાબાઈ સ્કૂલની બાજુમાં, જુહુ સ્કીમ, વિલેપાર્લે (વે.).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પચ્છેગામ નિવાસી હાલ ગોરેગામ મંગળાબેન વિનયચંદ શાહના સુપુત્ર. કિરીટના ધર્મપત્ની દક્ષાબેન કિરીટભાઇ શાહ (ઉં. વ. ૬૫) તા. ૭-૬-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે હેતલ પ્રશાંતકુમાર સંઘવી (સાવરકુંડલા)ના માતુશ્રી. તે મનીષા-મુકેશ, નયના-જયેશ, જયશ્રી-કેતન, દિપીકા-નીલેશના ભાભી. તે યુગના નાની. પીયર પક્ષે નગીનદાસ નરોતમદાસ શાહ. (દાઠા-હાલ વલસાડ)ના સુપુત્રી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે. તેમની માતૃવંદના તા. ૯-૬-૨૪ના રવિવાર ૧૦થી ૧૨. ઠે. અમૃત તારા હોલ, નવ સમાજ મંડળ, (ચેતન સ્કૂલ) દીક્ષિત રોડ, સેટેલાઇટ હોલની પાસે, વિલેપાર્લે (પૂર્વ).
દશા શ્રીમાળી સ્થા. જૈન
બગસરા (ભાયાણી) નિવાસી હાલ દહિસર દિનેશભાઇ નાથાલાલ પંચમીયા (ઉં. વ. ૭૪) ૫/૬/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે પારૂલબેનના પતિ. ઉજાસ, તોરલ વિરલકુમાર ગોહેલના પિતા. સ્વ. નટવરલાલ, સ્વ. હસમુખભાઈ, સ્વ. વિરેશભાઈ, સ્વ. દિલીપભાઈ, હરેશભાઇ, કુંદનબેન હર્ષદભાઈ વોરાના ભાઈ. સાસરાપક્ષે પાલીતાણાવાળા સ્વ. નાગરદાસ વનમાળીદાસ મહેતાના જમાઈ. અશોકભાઈ, જયેશભાઇ, હર્ષાબેન, ઉષાબેનના બનેવી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૯/૬/૨૪ના ૧૦ થી ૧૨. વર્ધમાન સ્થા જૈન ઉપાશ્રય, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન.
સિંદખેડા નિવાસી. હાલ કાંદિવલી અ.સૌ.રાજુલબેન સતિષભાઈ શાહ (ઉં. વ. ૬૭) તે રોહન – ઝીલના માતૃશ્રી. અ.સૌ.શ્રધ્ધા તથા કરણ રાજેશ શેઠના સાસુ. સ્વ.રાધાબેન કિશોરભાઈ શાહ, અ.સૌ. નીના અશોકભાઈ શાહ, અ.સૌ.જ્યોત્સનાબેન વસંતભાઈ ગુજરાતી, અ.સૌ.ભારતી રવીન્દ્ર શાહના ભાભી. પિયરપક્ષે પ્રકાશભાઈ ચંદ્રકાન્ત શાહ, અજયભાઈ ચંદ્રકાન્ત શાહ, અ.સૌ.મીનલબેન ગૌતમભાઈ શાહના બેન. ગુરુવાર તા.૬-૬-૨૪ના અરિહાંતશરણ પામેલ છે પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ગોડવાડ ઓસવાલ જૈન
સિંન્દરૂ (રાજ) હાલ ભાઈખલા નિવાસી સ્વ.રિતેશકુમાર મેહતા બોરાના દોશી (ઉં. વ. ૪૫ વર્ષ) અરિહંતશરણ દિ. ૬/૬/૨૪ ગુરુવારે થયેલ છે. તે ગજવંતીબેન સ્વ.ઈંદરમલજી મેહતાના પુત્ર, રાજુલબેનના પતિ. સ્વ. ચંચલબેન છગનરાજજી, સુશીલાબેન ગજરાજજી, ઉષાબેન અશોકજી, સુમિત્રાબેન અરવિંદજી, સ્વ.મંજુબેન, સ્વ.રાજમલજી સોનિગ્રાના ભત્રીજ. રાકેશ, અલ્પા પ્રવીણજી તેલિસરા, શિલ્પા પ્રદીપજી બાફના, પૂનમયોગેશજી બાફનાના ભાઈ. ધ્રુવી, ટ્રિશા, નાયેશાના પિતાજી. ક્રિશ, ધ્રુવી, દ્રીતિ, રિષિત, મનિતના મામા પ્રાર્થનાસભા દિ. ૮.૬.૨૪ શનિવારે યોગી સભાગૃહ, સ્વામી નારાયણ મંદિરના પાસે, દાદર (પૂર્વ) ૧૧થી ૧. સસુરાલપક્ષ મદનરાજજી, સ્વ. મહેન્દ્રકુમારજી, લલિતજી, સંજયજી, ઘાણેરાવ (રાજ) હાલ ગોરેગાંવ નિવાસી બંને પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
દેશલપુર (કંઠી)ના માતુશ્રી પ્રેમીલાબેન (પાનબાઇ) ગાલા (ઉં. વ. ૭૮) ૬-૬-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. લાછબાઇ રતનશી કચરાના પુત્રવધૂ. કેતન, મનોજ, નિલેશના માતા. બિદડા મા. સ્વ. ખેતબાઇ તેજશી કરમશી વીરાના પુત્રી. વલ્લભજી, મુલચંદ, સ્વ. મણીબેન, હસમુખના બેન. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ : મનોજ ગાલા, એ-૧૦૩, સુધાંશુ બીલ્ડીંગ, ટંડન ક્રોસ રોડ, ડોંબીવલી (ઇ) ૪૨૧૨૦૧.
વાંઢના પ્રભાબેન હંસરાજ બોરીચા (ઉં. વ. ૮૩) તા. ૬-૬-૨૦૨૪ના અરિહંત શરણ પામ્યા છે. હંસરાજ કાનજીના ધર્મપત્ની. માતુશ્રી ભાણબાઇ કાનજીના પુત્રવધૂ. ભરત, ભુપેશ, ઉષાના માતુશ્રી. રાયણના માતુશ્રી દેવકાંબેન શામજી રવજી ગડાના સુપુત્રી. લક્ષ્મીચંદ, વસંત, રૂક્ષ્મણીબેનના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ફોન: આવકાર્ય. નિ. ભુપેશ હંસરાજ બોરીચા, ૩૦૨, ઓમ નમો શિવાય, તેજપાલ સ્કીમ રોડ નં. ૧, સુભાષ રોડ, વિલેપાર્લા (ઇસ્ટ).