નેશનલ

સિક્કિમના મુખ્ય પ્રધાન તરીકે પી. એસ. તમંગ ૧૦મી જૂને લેશે શપથ

ગંગટોકઃ સિક્કિમના મુખ્ય પ્રધાન તરીકે પી એસ તમંગનો શપથ ગ્રહણ સમારોહ એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યો હતો અને એસકેએમ સુપ્રીમો હવે ૧૦ જૂને બીજી મુદ્દત માટે શપથ લેશે, એમ પક્ષના નેતાઓએ આજે જણાવ્યું હતું.

પક્ષના નેતાઓના જણાવ્યા અનુસાર શપથ ગ્રહણ સમારોહને ૧૦ જૂન સુધી મુલતવી રાખવાનો નિર્ણય સિક્કિમ ક્રાંતિકારી મોરચા(એસકેએમ) ધારાસભ્ય પક્ષની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો. જે અગાઉ મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન મિન્ટોકગાંગ ખાતે યોજાઇ હતી.

તમંગ ત્રીજી વખત વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે રવિવારે દિલ્હી જશે. એસકેએમના એક નેતાએ જણાવ્યું કે તમંગ શનિવારે નવી દિલ્હી જવા રવાના થાય તેવી શક્યતા છે. પક્ષના અન્ય એક નેતાએ જણાવ્યું હતું કે તમંગ અને તેમનું મંત્રીમંડળ હવે ૧૦ જૂને પાલજોર સ્ટેડિયમમાં શપથ લેશે.

આ પણ વાંચો: PM Modiએ સિક્કિમ ક્રાંતિકારી મોરચાના વડાને જીત બદલ અભિનંદન પાઠવ્યા

ધારાસભ્ય દળની બેઠક દરમિયાન નવા ચૂંટાયેલા એસકેએમ ધારાસભ્યોએ સર્વસંમતિથી મોદીને પક્ષનો ટેકો આપવાનો ઠરાવ સ્વીકાર્યો હતો. તમંગે કહ્યું હતું કે અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એનડીએને લોકસભા ચૂંટણીમાં અસાધારણ જીત બદલ અભિનંદન પાઠવીએ છીએ.

સિક્કિમ ક્રાંતિકારી મોરચા (એસકેએમ) આપણા દેશના વિકાસ અને સમૃદ્ધિ માટે એનડીએને સમર્થન આપશે. તાજેતરમાં પૂર્ણ થયેલ સિક્કિમ વિધાનસભા અને સંસદીય ચૂંટણીમાં શાસક એસકેએમએ ૩૨માંથી ૨૧ બેઠકો જીતીને જંગી વિજય મેળવ્યો હતો. જ્યારે તેના ઉમેદવાર ઇન્દ્ર હેંગ સુબ્બાએ એક માત્ર લોકસભા મતવિસ્તારને જબરદસ્ત માર્જિન સાથે જાળવી રાખ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button