આપણું ગુજરાત

અગ્નિકાંડના પીડિતોને ન્યાય માટે કોંગ્રેસના ઉપવાસ : ‘મેવાણીએ કહ્યું SITમાં બિલાડીને ખીરની તપાસ!’

રાજકોટ : રાજકોટમાં 26 મેન રોજ સર્જાયેલ અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા છે અને આ ગોઝારી દુર્ઘટનાને લઈને કોંગ્રેસે અગ્નિકાંડ પીડિતોને ન્યાય માટે ઉપવાસ – ધરણાનો પ્રારંભ કરવામાં કરવામાં આવ્યો છે. શહેરના ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસ દ્વારા ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં મૃતકોના પરિવારજનો અને કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા. આગામી ત્રણ દિવસ સુધી ઉપવાસ ચાલવાના છે.

કોંગ્રેસના આંદોલનમાં વડગામના વર્તમાન ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા જીગ્નેશ મેવાણીએ સરકાર પર પ્રહારો કરતાં કહ્યું હતું કે આ દુર્ઘટના બાદ નીમવામાં આવેલી SITમાં સરકાર ભીનું સંકેલવાની નીતિમાં છે. સુભાષ ત્રિવેદીના વડપણમાં નિમવામાં આવેલી SITની સામે વાંધો ઉઠાવ્યો હતો, કારણ કે મોરબી દુર્ઘટના, લઠ્ઠાકાંડ જેવી દુર્ઘટના બાદની તપાસમાં અજસુધી કોઈ મોટા નેતા કે અધિકારીની ધરપકડ કરવામાં નથી આવી. તેમણે SITમાં નિર્લિપ્ત રાય, સુજાતા મજમુદાર અને સુધા પાંડે જેવા પ્રામાણિક અધિકારીઓ વિના પીડિતોને ન્યાય મળી શકે તેમ નથી, આથી આ પ્રકારના અધિકારીઓને ઉમેરીને SIT બનાવવામાં આવે.

આ પણ વાંચો : રાજકોટ અગ્નિકાંડને પર હાઇકોર્ટમાં સુનાવણી, કહ્યું 28મી સુધીમાં SIT રિપોર્ટ કોર્ટમાં રજૂ કરો

કોંગ્રેસે માંગ કરી હતી કે સરકાર દ્વારા મૃતકોને ચાર લાખની સહાય આપવામાં આવી છે, તેને બદલે 1 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે. તો સાથ જ આ કેસને દોઢથી બે વર્ષમાં જ પૂર્ણ કરી દેવામાં આવે તેવી પણ માંગ કરી હતી. કોંગ્રેસે જ્યાં સુધી પીડિતોને ન્યાય નથી મળતો ત્યાં સુધી લડી લેવાના મૂડમાં હોવાની વાત કરી હતી.

જીગ્નેશ મેવાણીએ અગ્નિકાંડ તપાસની કમીટી ઉમેરવામાં આવેલ અધિકારીઓ વિશે કહ્યું હતું બિલાડીને જ દૂધની રખેવાળી સોંપવામાં આવી છે. કારણ કે ભૂતકાળમાં રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર હતા, ત્યારે તેમના સમયગાળામાં જ આ ટીઆરપી ગેમ ઝોન ચાલતો હતો અને હવે તેમને આ અગ્નિકાંડની તપાસ સમિતિમાં ઉમેરવામાં આવ્યા છે. વળી તેમણે ACBની કાર્યવાહીને લઈને કહ્યું હતું કે જો ACBમાં જો પાણી હોય તો તેમણે વિજય રૂપાણી અને વજુભાઈ વાળાની સંપત્તિની તપાસ કરવી જોઈએ.

જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે પીડિતોને પોતાના ન્યાય માટે આંદોલનના રસ્તે જવું પડે તે સરકાર માટે પણ ખૂબ જન શરમજનક કહેવાય. ભાજપના એક કોર્પોરેટર દ્વારા ગેમઝોનને કાયદેસર કરવા કરાયેલી ભલામણ અંગે જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે, રાજકોટ અગ્નિકાંડમાં ભાજપના કોઈપણ કોર્પોરેટર, ધારાસભ્ય કે મંત્રી હોય તો તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. જરૂર પડે તો ધરપકડ પણ થવી જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button