આમચી મુંબઈમહારાષ્ટ્ર

Loksabha Election Results: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલના એંધાણ, જાણો મોટી અપડેટ

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાના એંધાણ છે, જ્યારે તેની અસર દિલ્હી સુધી થઈ શકે તો નવાઈ નહીં. લોકસભાની ચૂંટણીમાં મહાયુતિનું ખરાબ પ્રદર્શન રહ્યું છે. ખરાબ પ્રદર્શનની જવાબદારી ઉપાડીને નાયબ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે, ત્યારે તેમને પણ સાથી પાર્ટી મનાવી રહ્યા છે.

બીજી બાજુ અજિત પવારે પણ હારની જવાબદારી સ્વીકારી છે, જ્યારે સાથી પક્ષ શિવસેના (એકનાથ શિંદે) અને અજિત પવાર (એનસીપી) જૂથમાં બધુ બરાબર નહીં હોવાનું માનવામાં આવી રહ્યું છે. બંને જૂથના નેતાઓમાં ગઠબંધન મુદ્દે ખેંચતાણ ચાલુ થઈ ગઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

લોકસભાની ચૂંટણીમાં ભાજપને નવ, એનસીપીને એક, શિવસેનાને સાત સીટ મળી છે. બીજી બાજુ કોંગ્રેસને 12, ઉદ્ધવ ઠાકરે નવ સીટ મળી છે, જ્યારે એનસીપીને આઠ બેઠક મળી છે. લોકસભાની ચૂંટણીમાં મહાયુતિને પડેલા ફટકા પછી શિંદે જૂથના છથી સાત વિધાનસભ્ય ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેના ડાયરેક્ટ સંપર્કમાં છે.

વિધાન પરિષદની ચૂંટણી પછી આ મુદ્દે કોઈ નિર્ણય લઈ શકાય છે. ઉપરાંત, અજિત પવાર જૂથની પણ નારાજગી વધી રહી છે. અજિત પવાર જૂથના 16-17 વિધાનસભ્ય શરદ પવાર જૂથના સંપર્કમાં છે. આ મુદ્દે શરદ પવાર ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે. આમ છતાં આ મુદ્દે અજિત પવાર અને એકનાથ શિંદેએ નારાજગીને નકારી કાઢી છે.

ભાજપ સાથે ફેવિકોલ કી જોડ હૈઃ એકનાથ શિંદે
લોકસભાની ચૂંટણીમાં એનડીએને મળેલી બહુમતી પછી સરકાર રચવાનો આજે એનડીએએ દાવો કર્યો છે ત્યારે દિલ્હીમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે અમને નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ છે અને અમારો સંપૂર્ણ ટેકો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને શિવસેનાના સંબંધો ફેવિકોલ કી જોડ હૈ એકદમ અતૂટ છે, જે ક્યારેય તૂટશે નહીં. દરમિયાન એનસીપીના નેતા અજિત પવારે કહ્યું હતું કે એનડીએ સંસદીય દળના નેતા તરીકે પીએમ મોદીના નામને સમર્થન આપ્યું છે. આ અગાઉ યુબીટી જૂથના વડા ઉદ્ધવ ઠાકરે ભાજપના સંપર્કમાં હોવાના અહેવાલ બાદ આદિત્ય ઠાકરેએ ફગાવી દીધી હતી.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button