વાહઃ સૌરાષ્ટ્રને મળી વંદેભારત એક્સપ્રેસઃ આ બે સ્ટેશન વચ્ચે દોડશે
અન્ય રાજ્યોથી સૌરાષ્ટ્ર જતી અને અમદાવાદ-વડોદરાથી સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર જતી ટ્રેન ઘણી ઓછી છે. ત્યારે સૌરાષ્ટ્રવાસીઓ માટે રાહતના સમાચાર છે. આ બન્ને સ્ટેશન વંદે ભારત ટ્રેન દોડશે, તેવી માહિતી મળી છે. સૌરાષ્ટ્રમાં રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરો માટે ખરેખર સારા સમાચાર છે. જામનગર થી અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડતી થશે તેવી માહિતી મળી છે. આ ટ્રેનની આજથી હાપા -અમદાવાદ વચ્ચે થશે ટ્રાયલ થશે. જો આ ટ્રાયલ સફળ થશે તો તારીખ 24 મી થી સપ્તાહમાં છ દિવસ હાપા – અમદાવાદ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ દોડશે. જો આગામી 24મી શરૂ ન થઈ શકે તો ટ્રેન બીજી ઑક્ટોબરથી શરૂ થાય તેવી પૂરી સંભાવના છે.
મંગળવારને બાદ કરતા સપ્તાહમાં અન્ય છ દિવસ દોડશે વંદે ભારત એક્સપ્રેસ જામનગરથી અમદાવાદ વચ્ચેના સ્ટેશનો પર દોડશે. મળતી માહિતી અનુસાર જામનગર થી સવારે 5:30 વાગે ટ્રેન નીકળી રાજકોટ, વાંકાનેર ,સુરેન્દ્રનગર વિરમગામ થઈને સાબરમતી સવારે 10:10 કલાકે પહોંચશે.ચાર થી સાડા ચાર કલાકમાં જ અમદાવાદ પહોંચી જવાશે. જ્યારે સાબરમતીથી સાંજે છ વાગે નીકળનારી વંદે ભારત એક્સપ્રેસ રાત્રિના 10:30 કલાકે જામનગર પહોંચી જશે. આઠ કોચની વંદે ભારત એક્સપ્રેસ સૌરાષ્ટ્ર વસીઓ માટે ખૂબ જ સારી સુવિધા પુરવાર થશે.