મનોરંજન

હેં, Hema Malini નહીં પણ આ છે Hema Maliniનું પૂરું નામ…

બોલીવૂડ એક્ટ્રેસ અને લાખો દિલની ધડકન હેમા માલિની (Bollywood Actress Hema Malini) ફરી એક વખત લાઈમલાઈટમાં છે. અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી હેમા માલિની ફરી એક વખત મથુરા બેઠક પરથી લોકસભાના સાંસદ ચૂંટાઈ આવ્યા છે. હેમા માલિનીને એમના ફેન્સ ડ્રીમ ગર્લ, બસંતી, હેમાજી જેવા હુલામણા નામે પ્રખ્યાત છે, પરંતુ શું તમને એક્ટ્રેસનું સાચું એટલે કે પૂરું નામ ખબર છે?

હવે તમે કહેશો કે હેમા માલિની એ જ પૂરું નામ છે, ભાઈસાબ અને સ્ક્રીન પર પણ હંમેશા આ જ નામ જોયું છે. જો તમે પણ આવું વિચારો છો તો તમારો આ જવાબ ખોટો છે, કારણ કે ડોક્યુમેન્ટ્સ પર હેમા માલિનીનું પૂરું નામ કંઈક અલગ જ છે. ચાલો આજે તમને જણાવીએ…

તમને પણ આંચકો લાગ્યો ને કે પોતાની ફેવરેટ એક્ટ્રેસનું જેમ નામ તમને ખબર હતી એ અધુરુ છે. હાલમાં જ ઈલેક્શન કમિશન દ્વારા હેમા માલિનીના પૂરા નામનો ખુલાસો કરવામાં આવ્યો છે. જી હા, ઈલેક્શન કમિશનના લિસ્ટમાં જિતેલા ઉમેદવારોની યાદીમાં હેમા માલિનીનું પૂરું નામ લખવામાં આવ્યું છે અને હેમા માલિનીનું પૂરું નામ છે હેમા માલિની ધર્મેન્દ્ર દેઓલ (Hema Malini Dharmendra Deol). એક્ટ્રેસ પોતાના નામની પાછળ પોતાના એક્ટર પતિ ધર્મેન્દ્ર દેઓલ (Dharmendra Deol)નું નામ પણ લગાવે છે.

આ પણ વાંચો : Hema Malini નહીં પણ આ એક્ટ્રેસની ફિલ્મ 40 વખત જોવા મીલો પ્રવાસ કરતાં હતા Dharmendra!

એક તરફ જ્યાં હેમા માલિની પોતાના નામની પાછળ ધર્મેન્દ્ર દેઓલ લગાવે છે ત્યાં ખુદ ધર્મેન્દ્ર પોતાના નામની પાછળ દેઓલ સરનેમ નથી લગાવતા. બીજી બાજું એક્ટરનો પૂરો પરિવાર એટલે કે એમના દીકરા, પત્ની અને પૌત્ર બધા જ દેઓલ સરનેમ પોતાના નામની સાથે લગાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હેમા માલિનીને ભાજપે મથુરાથી ટિકિટ આપી હતી અને ત્યાંથી તેઓ સતત ત્રીજી વખત ચૂંટાઈ આવ્યા છે અને એ પણ ભારે માર્જિનથી. આ વાત પરથી એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે મથુરાની જનતા પણ હેમા માલિનીને પોતાના પ્રતિનિધિ તરીકે જુએ છે અને તેમણે એમને સ્વીકારી લીધા છે. હેમા માલિનીની હાર-જીત પર અનેક લોકોની નજર હતી, પરંતુ હેમા માલિનીએ સાબિત કરી દીધું કે મથુરાની જનતા આજે પણ એમને પ્રેમ કરે છે, તેમને એમના પર વિશ્વાસ પણ છે…

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત