મનોરંજન

અંબાણી પ્રી-વેડિંગ ક્રૂઝ પાર્ટીઃ રાધિકા મર્ચન્ટના સિન્ડ્રેલા લૂકના દિવાના થયા લોકો

ધનકુબેર મુકેશ અને નીતા અંબાણીએ તાજેતરમાં જ તેમના પુત્ર અનંતનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન કર્યું હતું. ક્રૂઝ પાર્ટી બાદ પોર્ટોફિનોના મનોહર ઇટાલિયન ફિશિંગ વિલેજમાં સેલિબ્રેશન યોજાયું હતું. આ પાર્ટીમાં અંબાણી પરિવારની ભાવિ પુત્રવધુ રાધિકા મર્ચન્ટના વિન્ટેજ સિન્ડ્રેલા લુક પર લોકો ઓવારી ગયા હતા.

રાધિકા મર્ચન્ટ ઇટાલીમાં આયોજિત તેની લેટેસ્ટ પ્રિ-વેડિંગ ઇવેન્ટ, ‘લા ડોલ્સે વિટા ‘ માં વિન્ટેજ પિંક ડાયો ડ્રેસમાં છવાઇ ગઇ હતી. રાધિકાની પોશાકની પસંદગી અસાધારણથી ઓછી ન હતી, જે તેના ફેશન પ્રત્યેના પ્રેમને દર્શાવતી હતી અને આ ડ્રેસમાં રાધિકા સિન્ડ્રેલા જેવી સુંદર દેખાતી હતી.

રાધિકાએ 1959નો આર્કાઇવ કરેલ વિન્ટેજ લાલ રંગનો સુંદર સિલ્ક કોકટેલ ડ્રેસ પસંદ કર્યો હત. આ ડ્રેસ 1959-1960માં હાઉસ ઓફ ડાયોર માટે તેમના fall/winterના સંગ્રહ માટે બનાવવામાં આવ્યો હતો અને MET મ્યુઝિયમની વેબસાઇટ અનુસાર, તે 1976માં જોયસ વોન બોથમેર દ્વારા ભેટ તરીકે આપવામાં આવ્યો હતો.આ ડ્રેસ MET મ્યુઝિયમ, ન્યૂ યોર્કમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને તેને અલ્જેરિયામાં જન્મેલા ડિઝાઈનર યવેસ સેન્ટ લોરેન્ટ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. તે હરાજીમાં નોંધપાત્ર $3840 (રૂ. 3,19,478)માં વેચાયો હતો. વિન્ટેજ કપડાંના જાણીતા નિષ્ણાત, ઉદ્યોગસાહસિક અને ટીવી હોસ્ટ ડોરિસ રેમન્ડ દ્વારા આ ડ્રેસને હરાજી માટે મૂકવામાં આવ્યો હતો.

રાધિકાએ હર્મિસ કેલી બેગ, હંગીસી ફ્લેટ્સ અને મિનિમલ ઇયરિંગ્સ સાથે લુક કંપ્લીટ કર્યો હતો.
અનંત 12 જુલાઈ, 2024 ના રોજ મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. તેમના લગ્નની ત્રણ દિવસીય ઉજવણી 12 જુલાઈએ “શુભ વિવાહ” સાથે શરૂ થશે અને 14 જુલાઈના રોજ “મંગલ ઉત્સવ” સાથે સમાપ્ત થાય છે.
અનંત-રાધિકાની બાળપણની મૈત્રી પ્રેમમાં ખીલી છ. ભારતીય સંસ્કૃતિ અને ઉદ્યોગમાં ઊંડા મૂળ ધરાવતા તેમ જ ભારતના સૌથી પ્રખ્યાત પ્રભાવશાળી બિઝનેસ પરિવારોમાંથી આવતા હોવા છતાં અનંત-રાધિકાએ તેમના આ ગ્રેટ બોન્ડને ગ્રેસ અને વિવેકબુદ્ધિથી આગળ વધાર્યો છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button