ટોપ ન્યૂઝનેશનલ

NDA ની આજે બેઠક, Narendra Modi સંસદીય દળના નેતા તરીકે ચૂંટાશે

નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો બાદ એનડીએ(NDA) સરકાર બનાવવાના પ્રયાસો તેજ થઈ ગયા છે. જેમાં નરેન્દ્ર મોદી(Narendra Modi) આજે સંસદીય દળના નેતા તરીકે ચૂંટાશે. તેની બાદ તમામ સહયોગી દળો સાંજે રાષ્ટ્રપતિને મળશે. લોકસભા ચૂંટણીમાં એનડીએને 293 જ્યારે ઈન્ડિ ગઠબંધનને 234 સીટો મળી છે. બહુમતીનો આંકડો 272 છે. આ સ્થિતિમાં એનડીએની સરકાર રચનામાં હાલ કોઈ અવરોધ નથી.

આજે NDA સંસદીય દળની બેઠક

આજે એનડીએ સંસદીય દળની બેઠક મળશે. સવારે 11 વાગ્યે સંસદના સેન્ટ્રલ હોલમાં બેઠક મળી શકે છે. એનડીએ ના તમામ સાંસદો બેઠકમાં હાજર રહેશે. એનડીએ સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીની પસંદગી કરવામાં આવશે. એનડીએ સંસદીય દળની બેઠકને નરેન્દ્ર મોદી સંબોધશે. સાંજે 5 વાગ્યે એનડીએ સાંસદો સાથે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિને મળશે.

Read More: Rahul Gandhi માનહાનિ કેસમાં બેંગલુરુ કોર્ટમાં હાજર રહેશે

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રિત

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં કામ કરતા કામદારો, વંદે ભારત અને મેટ્રોમાં કામ કરતા રેલ્વે કર્મચારીઓ, ટ્રાન્સજેન્ડર, સ્વચ્છતા કામદારો, કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓ અને વિકસિત ભારતના રાજદૂતોને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રિત કરવામાં આવશે.

નરેન્દ્ર મોદી 9 જૂને ત્રીજી વખત પીએમ તરીકે શપથ લઈ શકે છે

સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં કેબિનેટને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. શપથ ગ્રહણ સમારોહ હવે 8 જૂનના બદલે 9 જૂને થઈ શકે છે. એટલે કે નરેન્દ્ર મોદી 9 જૂને ત્રીજી વખત પીએમ તરીકે શપથ લઈ શકે છે.

Read More: Sansad Bhavan માં નકલી આધાર કાર્ડથી ધૂસણખોરીનો પ્રયાસ, CISF એ ત્રણ કામદારોની ધરપકડ કરી

ભાજપે એકલા હાથે 240 બેઠક જીતી

2014ની ચૂંટણીમાં ભાજપે મોદીના નેતૃત્વમાં 282 બેઠક જીતી હતી અને 2019ની ચૂંટણીમાં 303 બેઠક જીતીને પોતાના દમ પર બહુમતી મેળવી હતી. જોકે, આ વખતે NDAને 292 બેઠકો મળી છે. ભાજપે એકલા હાથે 240 બેઠક જીતી છે. આમ આ વખતે તેઓ બહુમતી આંકથી ઘણા પાછળ છે અને તેમને સહયોગી દળોની મદદથી ગઠબંધન સરકાર બનાવવાની ફરજ પડી છે.

મોદી જવાહરલાલ નહેરુના તેમના રેકોર્ડની બરાબરી કરશે

ત્રીજી વખત પીએમ પદના શપથ લેતાની સાથે જ નરેન્દ્ર મોદીના નામે એક નવો રેકોર્ડ જોડાઇ જશે. તેઓ દેશના બીજા એવા નેતા બનશે જે સતત ત્રીજી વખત ચૂંટણી જીતીને દેશના પીએમ બન્યા હોય આ રેકોર્ડ અગાઉ જવાહરલાલ નહેરુને નામે હતો. હવે મોદી તેમના આ રેકોર્ડની બરાબરી કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button