હિન્દુ મરણ
ગામ સરસિયા નિવાસી (હાલ બોરીવલી) જયેશ દોશીના ધર્મપત્ની અ.સૌ. વૈશાલી દોશી (ઉં.વ. ૫૬) તા. ૫-૬-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. પ્રભુદાસ પરમાનંદદાસ દોશીના પુત્રવધૂ. અ.સૌ. રક્ષા નિલેશ દોશીના દેરાણી. અ.સૌ. પારુલ વિમલ પટેલના ભાભી. માનસી, ક્રિશના કાકી. પિયર પક્ષે સ્વ. લલીતભાઈ તથા મંજુલાબેન આહિયાની પુત્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
નવગામ વિશા દિશાવાળ વણિક
બાલીસણા નિવાસી હાલ કાંદિવલી ગં.સ્વ. ચંદ્રિકાબેન રસિકલાલ શાહના પુત્રવધૂ અ.સૌ. વંદનાબેન જનકભાઈ શાહ (ઉં.વ. ૬૭) તે ૪/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે જેકીન તથા જીનલના માતુશ્રી. કિંજલ તથા અમરકુમારના સાસુ. ગૌતમ તથા રંજનના ભાભી. પિયરપક્ષે કલોલવાળા સ્વ. બાબુલાલ ગોરધનદાસ મોદીના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૮/૬/૨૪ના ૫ થી ૭. વૈષ્ણવ હોલ, ૬એ પારેખ નગર, શતાબ્દી હોસ્પિટલની સામે, એસ. વિ. રોડ કાંદિવલી વેસ્ટ.
ઐ. સ. સાડાચારસો બ્રાહ્મણ
પાડરસિંગા નિવાસી હાલ દહિસર અ.સૌ. હંસાબેન તથા હર્ષદરાય પ્રેમશંકર આચાર્યના પુત્ર શૈલેષભાઇ (ઉં.વ. ૪૬) તે ૫/૬/૨૪ના શિવશરણ પામેલ છે. તે દિપ્તીબેનના પતિ. મંથનના પિતા. પિયુષભાઇ, છાયાબેન મુકેશભાઈ ઠાકર, જાગૃતિબેન સંજયભાઈ પંડ્યા તથા જયશ્રીબેન ભાવેશ મહેતાના ભાઈ. સાસરાપક્ષે પાલઘરવાળા મધુબેન તથા દિનેશભાઇ રમણભાઈ પંડ્યાના જમાઈ. પ્રાર્થનાસભા ૭/૬/૨૪ના ૫ થી ૭, નિવાસસ્થાન એ/૨, જાગૃતિ એપાર્ટમેન્ટ, રાધાબાઈ મહાત્રે રોડ, વિવાં હોટલની પાછળ, વિઠ્ઠલમંદિર પાસે, દહિસર વેસ્ટ.
નાઘેર દશા શ્રીમાળી
મૂળગામ ઉનાવાળા હાલ બોરીવલી શ્રી સુધીરભાઈ (ઉં.વ. ૭૬) તે સ્વ. લાભુબેન તથા સ્વ. છોટાલાલ હરખલાલ શેઠના પુત્ર. સ્વ. મધુકાન્તાબેન તથા સ્વ. નાગજીભાઈ ડોક્ટરના જમાઈ. જ્યોતિબેનના પતિ. જહાંનવીના પિતા. હર્ષદભાઈ તથા ગં.સ્વ. મંજુલાબેન મનહરલાલ મહેતા, અરુણાબેન પંકજકુમાર શાહ તથા પ્રતિભાબેન વિનયકુમાર વોરાના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
ઘોઘારી મોઢ વણિક
ભાડલા નિવાસી હાલ બોરીવલી સ્વ. પ્રવિણચંદ્ર મગનલાલ દોશીના ધર્મપત્ની ગં.સ્વ. રસીલાબેન દોશી (ઉં.વ. ૬૯) તે ૪/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. મધુકાંતાબેન મગનભાઈ પરીખના સુપુત્રી. પ્રિયા વિશાલ નોતરીયા, સીમા હિતેન શાહ તથા રિટા રાજન પારેખના માતુશ્રી. વિનોદભાઈ, ચંદ્રકાન્તભાઈ, સ્વ. ગીરીશભાઈ, સ્વ. પ્રભાબેન, ભાનુબેન, રંજનબેન, રક્ષાબેન, વિભૂતિબેનના ભાભી. પિયરપક્ષે અનિડાવાળા સ્વ. વિનોદભાઈ મગનલાલ પરીખ, હર્ષાબેન પંકજભાઈ શાહના બહેન. બંનેપક્ષની પ્રાર્થનાસભા ૭/૬/૨૪ના ૪ થી ૬. આધાર આશ્રમ હોલ, દોલતનગર રોડ નં ૧૦, બોરીવલી ઈસ્ટ.
પુષ્કર્ણા બ્રાહ્મણ
જામખંભાળિયા નિવાસી હાલ મીરા રોડ ચંદ્રિકાબેન (ઉં.વ. ૬૫) તે રાજુભાઈ (રાજુમહારાજ) વલ્લભભાઈ હર્ષના ધર્મપત્ની. ગૌરવભાઈ અને ઉર્મિબેનના માતા. દિર્ગેશકુમાર આચાર્ય અને પૂજાબેનના સાસુ. આર્યન, વેદાંત અને મૈત્રીના બા. સ્વ. પુષ્પાબેન અને સ્વ. પ્રભાશંકર જયશંકર પંડ્યા (સાવરકુંડલા)ના દીકરી. તા. ૩-૬-૨૪ના મુંબઈ મુકામે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ છે.
હાલાઇ લોહાણા
મૂળગામ કરાચીવાળા હાલ ગોરેગાવ સ્વ. ભારતીબેન તથા ધનસુખભાઈ ડુંગરશીભાઈ રાયના સુપુત્ર કુણાલરાય (ઉં.વ. ૪૩) તા. ૫/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે માયા હિમાંશુ રાયના દિયર. ધૃતિના કાકા. સ્વ. હરિદાસભાઈ, હેમરાજભાઈ, રેખાબેન કિશોરભાઈ કારિયા, સ્વ. નલિનીબેન નલીનભાઇ કક્કડ, નિયતીબેન કમલભાઈ બોદાનીના ભત્રીજા. મોસાળપક્ષે બેળ જામનગરવાળા હાલ ઘાટકોપર મુકેશભાઈ રવજીભાઈ ઠક્કર, દમયંતીબેન દિનેશભાઇ પંડ્યા, દક્ષાબેન હસમુખભાઈ શાહ, અંજુબેન દેસાઈના ભાણેજ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
જામનગર નિવાસી હાલ બોરીવલી સ્વ. પદ્માબેન દેવીદાસ કોટેચાના પુત્ર નીલેશભાઈ કોટેચા (ઉં.વ. ૫૯) તા. ૫/૬/૨૪ના શ્રીજીશરણ પામેલા છે. તે સ્વ. રૂપાબેનના પતિ. સપનાના પિતાશ્રી. રાવલવાળા સ્વ. જયાબેન કાકુભાઈ પોપટના જમાઈ. સ્વ. જયશ્રીબેન ભરતભાઈ ભાયાણી, ગં.સ્વ. સરોજબેન અતુલભાઈ સોમૈયા, સંજયભાઈ, કૌશિકભાઈના બનેવી. બંનેપક્ષની પ્રાર્થનાસભા તા. ૭/૬/૨૪ શુક્રવારના ૫ થી ૬. શ્રી લુહાર સુતાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ, વિશ્ર્વકર્મા ચોક, અંબાજી મંદિર પાસે, કાર્ટર રોડ નં. ૩, બોરીવલી (પૂર્વ).
પંચાલ / મિસ્ત્રી
વલસાડ હાલ મુલુંડ નિવાસી સ્વ. હેમંતભાઈ ધીરુભાઈ મિસ્ત્રી તા. ૩/૬/૨૪ના સોમવારે દેવલોક પામ્યા છે. તે સ્વ. લક્ષ્મીકાંતાબેન અને ધીરુભાઈ કેશવલાલ મિસ્ત્રીના જેષ્ઠપુત્ર. સ્વ. હંસાબેનના પતિ. દિપ્તેશના પિતા. શ્રુતિના સસરા. જયદેવભાઈ અને જાનકીબેન યોગેન્દ્રભાઈ મિસ્ત્રીના મોટાભાઈ. પ્રાર્થનાસભા તા. ૮/૬/૨૪ના શનિવારે ૫.૦૦ થી ૭.૦૦. સ્થળ:- ગોપુરમ હોલ ડો. આર. પી .રોડ, જ્ઞાન સરીતા સ્કૂલની બાજુમાં, મુલુંડ પશ્ર્ચિમ.
દશાલાડ વાણીયા
લલિતકુમાર ભગવતલાલ ભગત (પરીખ) (ઉં.વ. ૮૭), સ્વ. ભગવતલાલ, સ્વ. પુષ્પાવતી ભગતના પુત્ર. સ્વ. સરયુબેન ભગતના પતિ. સ્વ. મગનલાલ ગાંધીના જમાઈ. મનીષા ચણયારી, ફાલ્ગુની કાપડિયાના પિતા. ભરત ચણિયારી, હેમાંગ કાપડિયાના સસરા. મિતાલી, દેવાંશ, પ્રાચી, હેમાલી, અનિલ, માનવના નાના ૫/૬/૨૪ના વૈકુંઠ પામ્યા છે. પ્રાર્થનાસભા, લૌકિક વ્યવહાર રાખવામાં આવેલ નથી.
મચ્છુકડિયા સઇ સુથાર જ્ઞાતિ
રાણવાવ નિવાસી હાલ નાલાસોપારા સ્વ. યોગેશ પરમાર (ઉં. વ. ૪૭) તા. ૪-૬-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. અરુણાબેન મનસુખલાલ પરમારનાં પુત્ર. આરતીબેનનાં પતિ. શ્રદ્ધાનાં પિતા. મમતા રાજેશ ગોહિલ, શીતલ રાજુભાઇ ધામેચા, ભરત, અનિલ, સુભાષ, શૈલેષ, રાજુ, અતુલના ભાઇ. આશાબેન મુકેશભાઇ પરમારના જમાઇ. સાદડી શુક્રવાર, તા. ૭-૬-૨૪ના ૪થી ૬. ઠે. ડી-૧૦૪, શ્રી સાંઇ એન્કલેવ બિલ્ડિંગ, ઓરેન્જ હાઇટસની સામે, યશવંત ગૌરવ, વિરાર રોડ, નાલાસોપારા, (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
સ્વ. વસંતબેન કોટક (ઉં.વ. ૮૧) ગામ મોરબી (હાલ-મલાડ) તે સ્વ. ચિમનલાલ કોટકના પત્ની. તે સ્વ. મણીબેન મણીલાલ કોટકના પુત્રવધૂ. તે નિતેશભાઈ, પ્રદીપભાઈ, સ્વાતીબેન સૂર્યકાંત ચવ્હાણ (બેના)ના માતા. તે ગીતાબેન, મનીષાબેનના સાસુ. તે સ્વ. બેચરદાસ તથા કાશીબેન બેચરદાસ ભોજાણીના પુત્રી. તે સંજના, માનવ અને દેવના દાદી. તા. ૪-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૭-૪-૨૪ના શુક્રવારે ૪.૦૦થી ૬.૦૦. સરનામું: સવિતા બેન્કવેટ હોલ, સાઈનાથ રોડ, પટેલ શોપિંગ સેન્ટરની સામે, મલાડ (વેસ્ટ).
ખંભાત દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
હાલ બોરીવલી અ.સૌ. કાંચન શાહ (ઉં.વ. ૭૧) તા. ૫-૬-૨૪, બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે જયેશ મનહરલાલ શાહના ધર્મપત્ની. અ.સૌ. શ્રુતિ પ્રતિક શાહના માતુશ્રી. દિવ્યાનના નાની. સ્વ. કૌશિક, ફાલ્ગુની, કામીનીના ભાભી. કુસુમ શામરાવ નાઝરેના દીકરી. તેમની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૮-૬-૨૪ના ૫થી ૭. સ્થળ: કોરાકેન્દ્ર હોલ, દળવી નગર, શિંપોલી રોડ, બોરીવલી (પશ્ર્ચિમ).
કચ્છી લોહાણા
સ્વ. ભીમજી જેઠા ધીરાવાણી તથા સ્વ. પ્રેમાબેન ધીરાવાણી કચ્છ ગામ કોઠારા હાલે કોચીન નિવાસીની પુત્રવધૂ હંસાબેન ધીરાવાણી (ઉં.વ. ૬૮) તા. ૩-૬-૨૪ ને સોમવારના રામશરણ પામ્યા છે. તે જયરાજ ભીમજીના પત્ની. રિંકલ વિમલ સોમૈયા, દીપ્તિ હેમંત ગણાત્રા, સાગરના મમ્મી. કોમલબેનના સાસુમા. સ્વ. નારાયણજી દેવજી અનમ તથા સ્વ. સાવિત્રીબેન નારાયણજી અનમની પુત્રી (પિંપરી, પુના), પ્રભુલાલ, સ્વ. પ્રવીણભાઈ, ગોવર્ધનભાઈ, કિશોરભાઈ, જનકભાઈ, શારદાબેન હરેશભાઈ મદિયાર, લક્ષ્મીબેન મહેન્દ્રભાઈ સોચર, લતાબેન વિનોદકુમાર રૂપારેલના બેન. પ્રાર્થનાસભા તા. ૭-૬-૨૪, શુક્રવારના ૪.૦૦થી ૫.૦૦. સ્થળ: કચ્છી લોહાણા મહાજન વાડી, કિરાડ ગલ્લી, પાલખી ચોક, ભવાની પેઠ, પુનામાં રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
શિલ્પાબેન (ઉં.વ. ૬૪) મુળ ગામ અત્રોલી (જુનાગઢ) હાલ ખપોલી તે સતીશભાઈ (દિલીપભાઈ) વિઠલાણિના પત્ની. તે મયૂરી અશ્ર્વિનકુમાર ચંદારાણાના માતોશ્રી. સ્વ. કલ્યાણજી હંસરાજ વીઠલાણીના પુત્રવધૂ. મહેશભાઈ, સ્વ. જોત્સનાબેન (લાભુબેન) ઘનશ્યામદાસ, જયશ્રીબેન રમેશ, રાજશ્રીબેન રાજેશ, મમતાબેન પીયૂષ, બિંદુબેન અતુલ, ભૂપતભાઈ, આનંદભાઈ, રવિન્દ્રભાઈ, મનોજભાઈ, રાજેશભાઈ, સ્વ. અમિતભાઇ તથા વિનોદભાઈના ભાભી. ચંપકલાલ કાનજી રાડિયાના પુત્રી. રુદ્ર તથા સાંચીના નાની, બુધવાર, તા. ૫/૬/૨૪ના શ્રીજીચરણ પામેલ છે, બન્ને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૭/૬/૨૪ ૩:૩૦ થી ૫:૦૦, શાંતાબેન જમનાદાસ રાયઠઠ્ઠા સભાગૃહ ગો.વા.પ.ભ. સરસ્વતીમાં લોહાણા મહાજનવાડી, સેંટ્રલ બેંક ઓફ ઇંડિયાની સામે, ખપોલીમાં રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.