‘આ અશ્લીલ હરકતો બંધ કરો’ મુંબઈ લોકલમાં યુવતીએ કર્યો બેલી ડાન્સ, વિડિયો જોઈ મુંબઈગરા ભડક્યા
મુંબઈ: મુંબઈ લોકલ શબ્દ સાંભળતાં જ સૌથી પહેલા આંખો સામે આવે છે ગીર્દી અને સીટ પકડવા ટ્રેનમાં છલાંગ લગાવતા મુસાફરો. જોકે હવે મુંબઈ લોકલ અજીબો ગરીબ લોકોને કારણે ચર્ચામાં આવે છે. અને આની શરૂઆત કરી છે બેલી ડાન્સ કરનારી યુવતીએ. એક યુવતી મુંબઈ લોકલમાં બેલી ડાન્સ કરતી હોવાનો વિડિયો હાલમાં વાઇરલ રહી રહ્યો છે. જોકે આ વિડીયો જોઈને મુંબઈગરા ખૂબ ગુસ્સે થયા છે. આ અશ્લીલ ડાન્સ તરત બંધ થવો જોઈએ અને આ યુવતી પર કાર્યવાહીની માંગણી થઈ રહી છે.
આજ કાલ સોશીયલ મિડીયા પર ફેમસ થવા લોકો ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. કોઈ રસ્તા પર ડાન્સ કરે છે તો કોઈ પેટ ફાટી જાય એટલું ખાય છે. કોઈ કાદવમાં આળોટે છે તો કોઈ પ્રેંક કરીને ફેમસ થાય છે. આ બધું ઓછું હતું ત્યાં હવે આ ઈનફ્લુએન્સરે મુંબઈ લોકલને ટાર્ગેટ કરી હોય એમ લાગે છે. હાલમાં એક વિડિયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં એક યુવતી બ્લૂ રંગનો ડ્રેસ પહેરીને લોકલ ટ્રેનમાં બેલી ડાન્સ કરી રહી છે. ટ્રેનમાં જરા પણ ભીડ દેખાઈ નથી રહી તેથી આ ટ્રેન કઈ છે એ કહી શકાય એમ નથી. આ વિડિયો કદાચ મઘ્ય રેલવેના મસ્જિદ બંદર અને સેન્ડ્સ રોડની વચ્ચે બનાવ્યો હોવાનો અંદાજો લગવવામાં આવી રહ્યો છે.
આ વિડિયો @mumbaimatterz આ ટ્વીટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વિડિયો અત્યાર સુધી 1 લાખ 20 હાજર લોકોએ જોયો છે. જોકે ઘણાને આ વિડિયો જોઈને ખૂબ ગુસ્સો પણ આવ્યો છે. આ યુવતી પર તરત કાર્યવાહી થાય એવી માંગણી પણ ઘણા લોકોએ કરી છે. નહિ તો આવનારા સમયમાં દિલ્હી મિત્રોની જેમજ મુંબઈમાં પણ આવા વીડિયોની લાઈન લાગી જશે.