પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), શુક્રવાર, તા. ૭-૬-૨૦૨૪,
ગંગા દશહરા પ્રારંભ, ઈષ્ટિ, કરિદિન

ભારતીય દિનાંક ૧૭, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ સુદ-૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૧
પારસી શહેનશાહી રોજ ૨૭મો આસમાન, માહે ૧૦મો દએ સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૭મો આસમાન, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૯મો ફરવરદીન,માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૩૦મો, માહે ૧૧મો જિલ્કાદ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧લો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૫
નક્ષત્ર મૃગશીર્ષ રાત્રે ક. ૧૯-૪૨ સુધી, પછી આર્દ્રા.
ચંદ્ર સિંહમાં સવારે ક. ૧૧-૫૪ સુધી, પછી ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ), ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૨, અમદાવાદ ક. ૦૫ મિ. ૫૩, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૨, અમદાવાદ ક. ૧૯ મિ. ૨૪, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટઽ
ભરતી : બપોરે ક. ૧૨-૫૦, મધ્યરાત્રે ક. ૦૦-૩૦ ઓટ: સાંજે ક. ૧૮-૫૫
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, જયેષ્ઠ શુક્લ પ્રતિપદા. ગંગા દશહરા પ્રારંભ, ઈષ્ટિ, કરિદિન, ચંદ્રદર્શન, સૂર્ય મહાનક્ષત્ર મૃગશીર્ષ પ્રવેશ ક. ૨૫-૦૫ (વાહન શિયાળ).
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: જયેષ્ઠ શુક્લ પક્ષ પ્રારંભ, આજનો પ્રતિપદાનો દિવસ કરી દિન હોય શુભ કાર્યો માટે વર્જ્ય છે. સંધ્યાકાળના બીજના ચંદ્ર-દર્શનનો મહિમા છે. નિત્ય થતાં દસ્તાવેજ, દુકાન, વેપાર, ખેતીવાડીના કામકાજ, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, ખેતીવાડીના કામકાજ, શ્રી વિષ્ણુ લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, ગંગા-નર્મદા-ગોદાવરી આદિ તીર્થોમાં ગંગા દશહરા પર્વ પ્રારંભ. જયેષ્ઠ માસ સંક્ષિપ્ત મહિમા. તા. ૭ જૂનથી ૫ જુલાઈ સુધીના જયેષ્ઠ માસમાં શુક્લપક્ષમાં એકાદશી વૃદ્ધિ, કૃષ્ણપક્ષમાં એકમનો ક્ષય, તેરસનો ક્ષય થાય છે. પૂનમનું ચંદ્રગ્રહણ અને અમાસનું સૂર્યગ્રહણ આ માસમાં નથી. વટસાવિત્રી વ્રત, ગંગા દશહરા વ્રત, વટપૂર્ણિમા ઈત્યાદિ પર્વનો મહિમા છે. આ માસના લગ્નમુહૂર્ત જૂન: તા. ૧૧, ૧૬, ૧૮, ૨૩, ૨૪, ૨૬, ભૂમિ ખાત: જૂન તા. ૧૨, ૧૩, ૧૪, ૨૯, સર્વદેવ પ્રતિષ્ઠા: જૂન: તા. ૯, ૧૪, ૧૬, ૨૪, ૨૬, ૨૭, ૨૮, ૩૦. વાસ્તુકળશ: જૂન: તા. ૧૪, ૨૯. તા. ૭મીએ સૂર્યનારાયણ મહાનક્ષત્ર મૃગશીર્ષ, વાહન શિયાળ (સંયોગીયું છે.) તા. ૨૨મીએ સૂર્યનારાયણ મહાનક્ષત્ર આર્દ્રા પ્રવેશ. વાહન મોર (સંયોગીયું છે.) તા. ૫મી જુલાઈએ સૂર્ય મહાનક્ષત્ર પુનર્વસુમાં પ્રવેશ, વાહન હાથી (સંયોગિયું નથી.), આ માસમાં એકંદરે વરસાદ સારો રહેશે. જયેષ્ઠ પૂર્ણિમાએ મૂળ નક્ષત્ર રહે છે. જયેષ્ઠ અમાવસ્યાએ આર્દ્રા નક્ષત્ર રહે છે. વર્ષાૠતુ અને ગ્રીષ્મ વર્ષાૠતુમાં આવતો આ માસ તા. ૨૦મીના દક્ષિણાયન આરંભને લીધે ખગોળ દૃષ્ટિએ મહિમા વંત છે. શ્રેષ્ઠ છે. નવા વૃક્ષારોપણ, બીજધાન્ય રોપણ માટે આ માસ શ્રેષ્ઠ છે.
આચમન: ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ અનીતિમાન.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ, શુક્ર મૃગશીર્ષ પ્રવેશ.
ગોચરગ્રહો: સૂર્ય-વૃષભ, મંગળ-મેષ, બુધ-વૃષભ, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

સંબંધિત લેખો
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button