ઇન્ટરનેશનલસ્પેશિયલ ફિચર્સ

OMG, અહીં યુવાનો કામ-ધંધો છોડીને આખો દિવસ Reels And Porn Video જુએ છે…

એમેઝોનના જંગલો (Amazon Forest)ને દુનિયાના ફેફસાનો દરજ્જો આપવામાં આવ્યો છે, એટલું જ નહીં પણ અહીં જ દુનિયાનું સૌથી મોટું રેનફોરેસ્ટ (Rain Forest) પણ જોવા મળે છે. આ ઘનદાટ જંગલનો મોટા ભાગનો હિસ્સો બ્રાઝિલમાં પડે છે, જ્યાં મારુબો જનજાતિને ખૂબ જ રૂઢિવાદી માનવામાં આવે છે. હવે આ જનજાતિમાંથી જ વિચારમાં પડી જવાય એવા સમાચાર સામે આવી રહ્યા છે. આ જનજાતિના યુવાનો એને બાળકોને ઈન્ટરનેટની લત લાગી ગઈ છે અને તેઓ બસ બધા કામ-ધંધા છોડીને રીલ્સ અને પોર્ન વીડિયો (Marubo Tribe Youngsters’s Watching Reels And Porn Video) જોવામાં વ્યસ્ત થઈ ગયા છે. હવે તમે કદાચ એવું વિચારી રહ્યા હશો કે એમની પાસે મોબાલ અને ઈન્ટરનેટ ક્યાંથી આવ્યું, તો તમારા આ સવાલનો જવાબ છે એલોન મસ્ક (Elon Musk)ની સ્ટારલિંકથી…

સ્ટારલિંકે અંતરિયાલ વિસ્તારમાં ઈન્ટરનેટ સર્વિસને ખૂબ જ સરળ બનાવી દીધું છે અને એમેઝોનના જંગલ પણ એમાંથી બાકાત નથી. મારુબો જનજાતિના નવજુવાનોને સોશિયલ મીડિયાની એટલી ગંદી લત લાગી ગઈ છે કે તે બધું જ ભૂલી ગયા છે. એક અંગ્રેજી અખબારમાં કરવામાં આવેલા દાવા અનુસાર અહીંના યુવાનો આળસુ થઈ ગયા છે. આ જનજાતિના લોકો પોતાનું ગુજરાન શિકાર અને મછલી પાલન કરીને ચલાવે છે. જોકે, ઈન્ટરનેટ આવ્યા બાદ અહીંયા લોકો રોજી-રોટીની ચિંતા છોડીને હાઈસ્પીડ ઈન્ટરનેટનો આનંદ ઉઠાવી રહ્યા છે.

આ પણ વાંચો : રીલ્સની દુનિયાની બહાર પણ જુઓ

બ્રાઝિલમાં 2022થી આ સ્ટારલિંક સેવાની શરૂઆત થઈ હતી અને આશરે નવ મહિના પહેલાં એનું કવરેજ એમેઝોનના જંગલ (Amazon Forest)ના જંગલોમાં આવેલા આ કબીલા સુધી પહોંચ્યું હતું. અહીંના યુવાનો હવે કામ-ધંધો છોડીને ઈન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરે છે, પોતાની ગર્લફ્રેન્ડ સાથે ટેક્સટિંગ કરે છે અને ફૂટબોલની મેચનો આનંદ પણ ઉઠાવે છે. જો તમે આસપાસના ઝાડી-ઝાંખરાને બાદ કરી દો તો તમને એવું લાગે જ નહીં કે આ લોકો એમેઝોનના જંગલમાં રહે છે.

આ ગામના 73 વર્ષીય વૃદ્ધે પરિવર્તન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે જ્યારે અહીં ઈન્ટરનેટની સુવિધા પહોંચી ત્યારે બધા ખુશ હતા, પરંતુ હવે પરિસ્થિતિ બગડી ગઈ છે. અહીંના યુવાનો ઈન્ટરનેટ આવ્યા બાદ આળસુ થઈ ગયા છે અને વિદેશી લોકોની રીત-ભાત શીખી રહ્યા છે.

રિપોર્ટમાં એવા દાવો પણ કરવામાં આવ્યો છે કે આ જનજાતિ ઈન્ટરનેટના માઠા પરિણામથી પોતાની જાતને બચાવી શકી નથી. યુવાનો કલાકોના કલાકો ફોન સાથે ચોંટેલા રહે છે. કામ-ધંધો છોડીને આ લાકો પોર્ન અને સોશિયલ મીડિયાના સકંજામાં ફસાઈ ગયા છે. સ્ટારલિંકના એન્ટિના લગાવવામાં આવ્યા એ પહેલાં પણ આ જનજાતિના લોકો પાસે મોબાઈલ ફોન્સ હતા, પણ એનો ઉપયોગ માત્ર ફોટો ક્લિક કરવા માટે થતો હતો. ફોન લગાવવા કે ઈન્ટરનેટ વાપરવા માટે શહેર સુધી જવું પડતું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button