નવી દિલ્હીઃ દિલ્હીથી ચેન્નાઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક મુસાફરે ઇમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસ કરતા પ્લેનમાં અંધાધૂધી મચી ગઇ હતી. પેસેન્જરના આ કૃત્યને કારણે તેને એરપોર્ટ ઓથોરિટીને હવાલે કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ઈન્ડિગોની ફ્લાઈટ 6E 6341 દિલ્હીથી ચેન્નાઈ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી.
આ પછી પ્લેનમાં અંધાધૂંધી મચી ગઈ હતી. મુસાફરની ઓળખ મણિકંદન તરીકે થઈ છે. આરોપી મુસાફરને વધુ તપાસ માટે CISF અધિકારીઓને સોંપવામાં આવ્યો છે. ઈન્ડિગો આ પેસેન્જર વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવશે કારણ કે તેણે માત્ર પોતાનો જ નહીં પરંતુ અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો.
આ પહેલા પણ 8 જુલાઈના રોજ હૈદરાબાદથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં એક પેસેન્જરે ટેકઓફ દરમિયાન પ્લેનના ઈમરજન્સી ગેટનું કવર ખોલ્યું હતું. આ ફરિયાદ દિલ્હી એરપોર્ટ પર કરવામાં આવી હતી. ફ્લાઈટ લેન્ડ થતાની સાથે જ પેસેન્જરને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તેની સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને