OMG Indian Railwayના ટ્રેક પર દોડી Bullet Train? વિશ્વાસ ના થાય તો જોઈ લો જાતે જ...

ભારતમાં Bullet Trainના યુગને શરુ થવામાં હજી ભલે સમય લાગવાનો હોય

પરંતુ ટેક્નોલોજી ખૂબ જ આગળ વધી ગઈ છે અને Artificial Intelligenceએ આ કરી દેખાડ્યું છે

AIએ ભારતીય રેલવેના ટ્રેક પર જ્યારે બુલેટ ટ્રેન દોડશે ત્યારે નજારો કેવો હશે એની એક ઝલક રજૂ કરી છે

બુલેટ ટ્રેન ભવિષ્યમાં પ્રવાસનો સમય તો બચાવશે જ પણ વર્લ્ડ ક્લાસ ફેસિલિટીનો અહેસાસ પણ કરાવશે

કોઈ પણ સામાન્ય ટ્રેનની સરખામણીએ બુલેટ ટ્રેનની સ્પીડ વધુ હોય છે

ભારતીયો વર્ષોથી બુલેટ ટ્રેનનું સપનું જોઈ રહ્યા છે અને તેઓ ઈચ્છે છે કે એક તો એવી ટ્રેન હોય કે જે હજારો કિલોમીટરનો પ્રવાસ કલાકોમાં પૂરો કરે

હાલમાં ભલે એઆઈએ આ સુંદર અને આરામદાયક પ્રવાસની એક ઝલક દેખાડી હોય

પરંતુ નજીકના ભવિષ્યમાં જ આ કલ્પના હકીકતનું સ્વરૂપ લેશે

એ સમયે ભારતીય રેલવે ટ્રેક પર પવનની ઝડપે બુલેટ ટ્રેન દોડતી જોવા મળશે

દેશની પહેલી બુલેટ ટ્રેન અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડાવવામાં આવશે અને હાલમાં યુદ્ધના ધોરણે આ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે