New York pitch: ન્યુ યોર્કની રમી ન શકાય એવી, બેટમેન માટે ખતરનાક…પીચ પર ઉઠ્યા ગંભીર સવાલ
ન્યુ યોર્ક: વેસ્ટ ઇન્ડીઝ અને યુએસએની યજમાનીમાં ICC T20 વર્લ્ડકપ(T20 worldcup)ની શરૂઆત થઇ ચુકી છે, યુએસની ધરતી પર પહેલી વાર ICC ટુર્નામેન્ટ રમાઈ રહી છે. એવામ ન્યુ યોર્ક રાજ્યમાં નવનિર્મિત નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમની પીચો(New York pitch) વિવાદમાં સપડાઈ છે, ક્રિકેટ વિશ્લેષકો અને પૂર્વ ખેલાડીઓ પીચના અણધાર્યા વર્તાવ પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ મેદાનની પીચ માપદંડો પ્રમાણેની ન હોવાની ચર્ચા કેટલાક ખેલાડીઓ અને કોમેન્ટેટરો કરી રહ્યા છે.
બુધવારે આ મેદાન પણ આયર્લેન્ડ સામે ભારતીય ટીમે આ ટુર્નામેન્ટમાં પોતાની પહેલી મેચ રમી હતી. 97 રનના નાના ટાર્ગેટ સુધી પહોંચવા માટે ભારત જેવી મજબુત બેટિંગ ધરવતી ટીમને પણ 12.2 લાગી હતી, અને 2 વિકેટ ગુમાવી હતી. આ મેચ બાદ પિચની બનાવટ અંગે પ્રશ્નો ઉઠ્યા છે.
અગાઉ દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને આ મેદાન પર 77 રનમાં જ ઓલઆઉટ કકર્યું હતું, આ લો સ્કોરીગ મેચના બે દિવસ બાદ, ભારતે આયર્લેન્ડને 96 રનમાં આઉટ કર્યું. જોકે ભારત અને આયર્લેન્ડની મેચ માટે અલગ પીચનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ બાઉન્સ એટલો જ જોવા મળ્યો હતો, અને બેટિંગ એટલી જ મુશ્કેલ રહી હતી.
આયર્લેન્ડની ઇનિંગ્સ દરમિયાન, ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંઘ અને મોહમ્મદ સિરાજની ડિલિવરીમાં હેડ-હાઇટ બાઉન્સર બાઉન્સ જોવા મળ્યો હતો, કેટલાક બાઉન્સર વિકેટકીપર રિષભ પંતની પહોંચની બહાર રહ્યા હતા. આ અણધારી વર્તણૂકને કારણે બેટ્સમેન માટે સેટ થવું અને તેમની નેચરલ ગેમ રમવું મુશ્કેલ જણાતું હતું.
પોલ સ્ટર્લિંગ આવી જ એક ડિલિવરીનો શિકાર બન્યો, અર્શદીપે ફેંકેલો બાઉન્સર હેરી ટેક્ટરના ગ્લોવ પર અડ્યો અને હેલ્મેટ સાથે અથડાયોને કેચ પકડાઈ હતો. અર્શદીપનો બાઉન્સર બેન્જામિન વ્હાઇટના માથા ઉપરથી નીકળી ગયો અને પરિણામે વધુ પડતા બાઉન્સરો માટે નો-બોલ થયો.
ફાસ્ટ બોલર જોશ લિટલના બોલ રોહિત શર્માના ખભા પર લાગ્યો હતો જેને કારણે રોહિતને રીટાયર્ડ હર્ટ થવું પડ્યું, જેના કારણે ફેન્સ અને ટીમ મેનેજમેન્ટમાં ચિંતા વધી હતી. રિષભ પંતને 11મી ઓવરમાં જોશ લિટલની બોલને કારણે કોણીમાં ઈજા થઈ હતી, આ વખતે પંતને તુરંત સારવાર આપવામાં આવી હતી.
આ પણ વાંચો : T20 Worldcup: પહેલા મેચમાં કિંગ કોહલીનો ફ્લોપ શો, કરિયરમાં આવું પહેલીવાર બન્યું….
નોંધનીય છે કે નાસાઉ કાઉન્ટીની પીચો એ ડ્રોપ-ઇન સર્ફેસ છે, જે એડિલેડમાં તૈયાર કરવામાં આવી હતી, ત્યાર બાદ ફ્લોરિડામાં મોકલવામાં આવી હતી. T20 વર્લ્ડ કપ માટે તેને ન્યૂયોર્ક લાવવામાં આવી હતી. ડ્રોપ-ઇન પિચોને સ્ટેબલ થવા માટે ઘણીવાર સમયની જરૂર પડે છે. કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ કહ્યું કે, ક્યુરેટર્સે સમય સાથે સુધારો થશે એવો દાવો કર્યો છે.
જો કે, પિચની વર્તમાન સ્થિતિને બેટ્સમેન માટે ખતરનાક માનવામાં આવી રહી છે.
માઈકલ વોન અને એન્ડી ફ્લાવરે ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની મેચ દરમિયાન નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચની સ્થિતિ અંગે સખત નારાજગી વ્યક્ત કરી હતી.
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કોચ એન્ડી ફ્લાવરે કહ્યું, “આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે તે યોગ્ય સર્ફેસ નથી.”
માઈકલ વોન X પર પોસ્ટ કર્યું કે, “USAમાં રમતનો પ્રચાર કરવો એ સરાહનીય છે… એ મને ગમ્યું, પરંતુ ખેલાડીઓ માટે ન્યૂયોર્કની નબળી પીચ પર રમવું પડે છે એ અસ્વીકાર્ય છે. ખેલાડીઓ વર્લ્ડ કપ માટે ખૂબ મહેનત કરે છે, પછી આવી પીચો પર રમવું પડશે?”
Shocking pitch … #IREvsIND
— Michael Vaughan (@MichaelVaughan) June 5, 2024
ખેલાડીઓની સલામતી અંગે ચિંતા વધી છે, ખાસ કરીને ભારત અને પાકિસ્તાન માટે,આ મેચમ વિશ્વના સૌથી ફાસ્ટ બોલરો બોલિંગ કરશે, આ મેચ રવિવારે આઈઝનહોવર પાર્કમાં રમાશે.