નેશનલ

ઓડિશાના આગામી મુખ્ય પ્રધાન કોણ હશે? સંબિત પાત્રા, ધર્મેન્દ્ર પ્રધાન, બૈજયંત પાંડા…?

નવી દિલ્હી: ઓડિશા વિધાનસભા ચૂંટણી(Odisha Assembly election) માં ભાજપને મોટી જીત મળી છે, ભાજપ બીજુ જનતા દળ (BJD)નો ગઢ સર કરવા સફળ રહી. રાજ્યમાં ભાજપે 147માંથી 78 બેઠકો જીતી છે, નવીન પટનાયકના BJDને 51 બેઠકો જ મળી છે. હાર સ્વીકાર્યા બાદ, ગઈ કાલે બુધવારે નવીન પટનાયકે ઓડિશાના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું, તેમણે રાજ્યપાલ રઘુબર દાસને રાજીનામું સોંપ્યું હતું. હવે સવાલ એ છે કે ઓડિશાના નવા મુખ્યપ્રધાન(Odisha CM) કોણ બનશે?

BJDની ચૂંટણીમાં હાર બાદ હવે તમામની નજર ઓડિશાના આગામી મુખ્ય પ્રધાન પદ પર છે. અટકળો વચ્ચે પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનમોહન સામલે બુધવારે કહ્યું કે પાર્ટીનું સંસદીય બોર્ડ એક-બે દિવસમાં આ અંગે નિર્ણય લેશે.

અહેવાલ મુજબ ભાજપે જણાવ્યું કે વડાપ્રધાન દ્વારા નિર્ધારિત માપદંડોના આધારે મુખ્ય પ્રધાનની પસંદગી કરવામાં આવશે. એક ઓડિયા વ્યક્તિ જે રાજ્યની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખશે તે ઓડિશાના આગામી મુખ્ય પ્રધાન હશે.

Read More:Delhi Water Crisis: સુપ્રીમ કોર્ટે હિમાચલ પ્રદેશને વધારાનું પાણી છોડવાનો નિર્દેશ આપ્યો, કટોકટીનો અંત આવશે?

કયા નામોની ચર્ચા થઈ રહી છે?

  1. ધર્મેન્દ્ર પ્રધાન
    મુખ્યપ્રધાન પદ માટેના નામોમાં ધર્મેન્દ્ર પ્રધાનનું નામ સૌથી મોખરે છે. ધર્મેન્દ્ર પ્રધાને બીજેડીના પ્રણવ પ્રકાશ દાસ સામે સંબલપુર લોકસભા બેઠક પર 1 લાખથી વધુ મતોથી જીત મેળવી હતી.
  2. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજયંત પાંડા
    બૈજયંત પાંડાએ ઓડિશામાં કેન્દ્રપારા લોકસભા સીટ પર જીત મેળવી છે. તેઓ બીજેડી તરફથી એક વખત રાજ્યસભાના સાંસદ અને બે વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. તેઓ છ વર્ષ પહેલા ભાજપમાં જોડાયા હતા અને 2019માં કેન્દ્રપારા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા જ્યાં તેઓ હારી ગયા હતા.
  3. ભુવનેશ્વરના સાંસદ અપરાજિતા સારંગી
    અપરાજિતા સારંગીએ કોંગ્રેસ નેતા યાસિર નવાઝ અને બીજુ જનતા દળના નેતા મનમથ રૌત્રે સામે ભુવનેશ્વર બેઠક જીતી છે. તેમને મુખ્ય પ્રધાન પદ માટે આગળ પડતું નામ માનવામાં આવી રહ્યું છે.
  4. બાલાસોરના સાંસદ પ્રતાપ સારંગી
    પ્રતાપ સારંગી બાલાસોરના વર્તમાન સાંસદ છે. તેનું નામ પણ ચર્ચામાં છે.
  5. ભૂતપૂર્વ કેન્દ્રીય આદિજાતિ પ્રધાન જુઆલ ઓરાં
    63 વર્ષીય ઓરમ પાંચ વખત સાંસદ અને એક વખત વિધાનસભ્ય રહી ચૂક્યા છે. તેઓ ઓડિશામાં ભાજપના પ્રારંભિક સભ્યોમાંથી એક છે. ઓરમને ઓક્ટોબર 1999માં આદિજાતિ બાબતોના પ્રથમ કેન્દ્રીય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. તેઓ સુંદરગઢ લોકસભા બેઠક પરથી લોકસભા ચૂંટણી જીત્યા છે.
  6. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા
    સંબિત પાત્રાએ પુરી લોકસભા સીટ પર બીજેડી નેતા અરૂપ પટનાયક અને કોંગ્રેસના ઉમેદવાર જય નારાયણ પટનાયક સામે જીત મેળવી છે. બીજેડીના પિનાકી મિશ્રાએ પાત્રાને હરાવીને 2019ની લોકસભા ચૂંટણી જીતી હતી.
Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત