નવી દિલ્હીઃ સંસદની નવી ઇમારતનું નામ ‘ભારતનું સંસદ ભવન’ રાખવામાં આવ્યું છે. લોકસભા સચિવાલયની સૂચનામાં આ માહિતી આપવામાં આવી છે. જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, ‘લોકસભાના સ્પીકરને એ જણાવતા આનંદ થાય છે કે સંસદ ભવનની સીમામાં અને વર્તમાન સંસદ ભવનની પૂર્વમાં પ્લોટ નંબર 118, નવી દિલ્હીમાં સ્થિત નવી સંસદ ભવન. જેની દક્ષિણે રાયસીના રોડ છે અને ઉત્તરમાં રેડ ક્રોસ રોડ છે, જેને ‘ભારતનું સંસદ ભવન’ નામ આપવામાં આવ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષના મે મહિનામાં નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સંસદની નવી ઇમારતના લોકસભા ગૃહમાં 888 સભ્યો માટે બેઠકો છે. રાજ્યસભામાં 300 સીટો છે. નવી સંસદ ત્રિકોણાકાર આકારની ચાર માળની ઇમારત છે, જે 64,500 ચોરસ મીટરમાં ફેલાયેલી છે.
નવી સંસદ ભવન માટે ત્રણ મુખ્ય પ્રવેશદ્વાર છે. જેમના નામ જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર છે. તે જ સમયે, VIP, સાંસદ અને મહેમાનો માટે અલગ પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યા છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને