નેશનલ

IMD Weather Update: દેશના વિવિધ રાજ્યમાં મૂશળધાર વરસાદની આગાહી: ઉત્તરાખંડમાં યેલો એલર્ટ

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી અને અન્ય રાજ્યમાં વરસાદની જોરદાર બેટીંગ થઇ રહી છે. હવામાન વિભાગમાંથી મળતી માહિતી મુજબ દિલ્હી-એનસીઆરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 21 અને 22 સપ્ટેમ્બરના રોજ હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે. હવામાન ખાતાની આગાહી મુજબ પાછલાં મંગળવારે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ હતું. અને આગામી બે દિવસ પણ આવું જ વાતાવરણ રહેશે. મધ્ય પ્રદેશમાં પણ હવામાનમાં સતત ફેરફાર થઇ રહ્યા છે.

2-3 દિવસ મહારાષ્ટ્રમાં ફરી મોનસૂન વિન્ડનું ક્ષેત્ર નિર્માણ થશે એવી શક્યતાઓ હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત 22 અને 23 સપ્ટેમ્બરના દિવસે ભોપાલ, ગ્વાલિયર. ચંબલ, રેવા, ઇંદોર અને ઉજ્જેનમાં મૂશળધાર વરસાદ થઇ શકે છે. ઉત્તરાખંડ બાબતે ફરી એકવાર હવામાન ખાતા દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દેહરાદૂન, નૈનીતાલ અને બાગેશ્વરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.


આગામી ત્રણ દિવસ ઉત્તરાખંડના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, તમીલમાડુ, કેરલ અને દક્ષિણ રાજસ્થાનમાં કેટલાંક સ્થળોએ મૂશળધાર વરસાદ તો ક્યાંક હલકાથી ભારે વરસાદની શક્યતાઓ છે.


ઇશાન ભારત, સિક્કીમ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કોકણ અને ગોવા, અંદમાન અને લક્ષદ્વિપ, તેલંગણાનો કેટલાંક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત