નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લીધી રાજ ઠાકરેની મુલાકાત: ગણપતીના દર્શન બાદ રાજકીય ચર્ચા?

મુંબઇ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ ઠાકરેના શિવતીર્થ નિવાસ સ્થાને જઇને ગણપતી બાપ્પાના દર્શન કર્યા હતાં. દેવેન્દ્ર ફડણવીસ સાથે તેમના પત્ની અમૃતા ફડણવીસ પણ ઉપસ્થીત હતાં. દેવેન્દ્ર ફડણવીસનું સ્વાગત રાજ ઠાકરે એ જ્યારે અમૃતા ફડણવીસનું સ્વાગત શર્મિલા ઠાકરે કર્યું હતું. ત્યારે હવે બાપ્પાના દર્શન બાદ આ મુલાકાત શું રાજકીય સંબંધોમાં ફરેવાશે તેવી ચર્ચાઓ રાજીયક વર્તુળોમાં વહેતી થઇ હતી.
દેવેન્દ્ર ફડણવીસ રાજ્યમાં સત્તા બદલાયા બાદ પણ રાજ ઠાકરેને મળવા તેમના નિવાસ સ્થાને ગયા હતાં. ત્યાર બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ ઠાકરેની મુલાકાત લીધી હતી. ત્યારે હવે ફરી એકવાર દેવેન્દ્ર ફડણવીસે રાજ ઠાકરેના ઘરે જઇને તેમની મુલાકાત લીધી હતી.
પાછલાં કેટલાંક દિવસોથી મુંબઇ-ગોવા હાઇવેના મુદ્દે રાજ ઠાકરે આક્રમક થયા છે. રાજ ઠાકરેએ મુંબઇ ગોવા મહામાર્ગનું કામ સારું થાય તે માટે રાજ્ય સરકારને અલ્ટીમેટમ પણ આપ્યું હતું. તેથી રાજ ઠાકરે અને ભાજપ વચ્ચેના વિવાદ પર પૂર્ણ વિરામ મૂકાયો હોવાની ચર્ચાઓ થઇ રહી હતી. ત્યારે હવે રાજ ઠાકરેએ પોતાના નિવાસ સ્થાને દેવેન્દ્ર ફડણવીસનું સ્વાગત કર્યું છે. ત્યારે શું આ બંને વચ્ચે રાજકીય ચર્ચા થઇ છે? તે હજી સુધી સમજાયું નથી. જોકે ગણપતી બાપ્પાના દર્શન બાજ રાજકીય ચર્ચાઓ થઇ હોવાનું કહેવાઇ રહ્યું છે.