નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ગુજરાતમાં ક્ષત્રિય સમાજની આગ કરતાં લાગેલી ઝાળથી પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં ભાજપ ભસ્મીભૂત

બે -બે ટર્મથી ઉત્તરપ્રદેશની જનતા પર મુસ્તાક રહેલી ભાજપા અને યોગી-મોદીની ડબલ એન્જિન સરકાર 2024માંઆ કોલસાવાળું એન્જિન બનીને રહી ગઈ. પરિણામો આવતા જ, જે ઉત્તરપ્રદેશ પર મદાર હતો તે સઘળો નાસીપાસ કરી ગયો અને ભવિષ્ય માટે ચેતવણી પણ આપતો ગયો. ‘જેઓ રામને લાવ્યા છે, તેમને આપણે લાવવાના છે’ આવો નારો પણ સદંતર વિફળ ગયો અને ખુદ અયોધ્યા બેઠક પર પણ ભાજપ ના જીતી શક્યો. રાજ્યની 80 લોકસભા બેઠકમાં ભાજપને ભારે નુકસાન થયું.

બે તબક્કા પછી શરૂ કર્યું હિંદુ-મુસ્લિમ

છેલ્લા દાયકાથી ‘સૌનો સાથ,સૌનો વિકાસ’નાઆ મંત્ર આપતા વડાપ્રધાન મોદીએ બે તબક્કાના મતદાન પછી જે રીતે ખુલ્લે આમ હિંદુ-મુસલમાન પર બોલવાનું શરૂ કર્યું તેના પરથી જ લાગતું હતું કે રાજ્યમાં ભાજપાને નુકસાન થશે. પરંતુ આટલી અધમ રીતે દુર્ગતિ થશે તેવું તો ભાજપનાઆ કદાવર નેતાઓએ પણ વિચાર્યું નહીં હોય. અદૃશ્ય રીતે ભાજપાને મદદગાર રહેતી બહુજન સમાજ પાર્ટી તો ફરી એકવાર દાયકા પહેલાંની સ્થિતિમાં આવી ગઈ. ઈચ્છા હોવા છતાં પોતાના મતદારોને ભાજપા તરફ વાળી પણ ના શકી. જો કે પરિણામો પરથી એ પણ સ્પસ્ટ થાય છે કે,બસપાની પોતાની જ વૉટબેંક તેની સાથે નથી રહી અને કોઇ પણ બેઠક પર પાર્ટીને સન્માનજનક મત નથી મળ્યા.

આ દર્શાવે છે કે, તેમના મતદારો ‘શિફ્ટ’ થઈ ગયા પરંતુ કઈ તરફ વળ્યા તેનું વિશ્લેષણ થવું હજુ બાકી છે. ભાજપમાં ટિકિટ વિતરણને લઈને ક્ષત્રિયોની નારાજગી પણ પાર્ટીના પરાજ્યનું કારણ ગણાવાઈ રહી છે. ગુજરાતનાં ક્ષત્રિય આંદોલનની આગ ગુજરાતમાં નુકસાન ન કરાવી શકી, તેના કરતાં તો ઝાળએ પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં ભસ્મી ભૂતની સ્થિતિ લાવી દીધી.ચૂંટણી પછી દરેક પાર્ટી વિશ્લેષણ કરે છે,ચોક્કસ પઅને ભાજપા અને તેમની માતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પણ કરશે,પરંતુ આ ચૂંટણીના પરિણામોએ દેશમાં ફરી એકવાર ગઠબંધન (સ્થિતિ)ની સરકાર આપી . જે દેશની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવા – 2047 માં ભારતને વિકસિત દેશનાઆ રૂપમાં સ્થાપિત કરવાના ઈરાદાઓમાં મોટી અડચણ બનશે.

મોદીએ કાર્યશૈલી બદલવી પડશે-આગામી છ મહિના નિર્ણાયક

આમ તો વડા પ્રધાન મોદી પોતાની જીત માટે એટલા આત્મવિશ્વાસમાં હતા કે, તેમના માર્ગદર્શનમાં ત્રીજા કાર્યકાળના 100 દિવસના શાસનનો એજન્ડા તૈયાર કરવામાં ટોપ ન્યૂરોક્રસી છેલ્લા ચાર મહિનાથી કાર્યરત હતી.પરંતુ હવે આ કાર્યકાળમાં મોદીજી પોતાની જાતને ‘બંધે હાથ’ અનુભવશે. કારણકે, તેમણે પોતાના ગઠબંધનના સહયોગી, ટીડીપી,જેડીયુ, શિવસેના (શિંદે) તથા અન્યોને સાથે લઈને ચાલવાનું રહેશે. આ માટે તેમણે એક સર્વ સ્વીકાર્ય એવો એક પ્લાન તૈયાર કરવો પડશે,જે ગઠબંધનનાઆ તમામ દળોને સ્વીકાર્ય હોય. મોદી માટે ગઠબંધન સરકાર ચલાવવાનો પહેલો અનુભવ રહેશે. આ પહેલા તેઓ ગુજરાતનાં મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનના રૂપમાં સરકાર ચલાવી ચૂક્યા છે. પણ આ દરમિયાન તેઓને કોઇ સહયોગી દળ સામે મોઢું તાકવાની જરૂર નહોતી પડી. હવે કાર્યશૈલીમાં ભારે બદલાવ લાવવો જ પડશે અને આગામી છ જ મહિનામાં સરકારના લેખાં-જોખાં જનતા સામે નિર્ણાયક પરિબળ રીતે સામે આવી જશે.

ઉત્તરપ્રદેશમાં મોદી કેબિનેટના જ પાંચ મંત્રી પોતાની સીટ બચાવી નથી શક્યા. જેમાં અજય મિશ્ર ટેની,મહેન્દ્રનાથ પાંડેય, ભાનુપ્રતાપ વર્મા, સાધ્વી નીરંજન જ્યોતિ અને કૌશલ કિશોર શામેલ છે. પૂર્વીય ઉત્તરપ્રદેશના મોટા ચહેરાઓ દીનેશલાલ નિરહૂઆ અને મેનકા ગાંધી પણ ચૂંટણી હારી ગયા. દેશના વડાપ્રધાન મોદી ખુદ 1 લાખ 52 હજાર 513 મતથી ચૂંટણી જીત્યા. તેમની આ જીત ના માત્ર 2014 અને 2019 થી નાની છે પરંતુ રાયબરેલીથી કોંગ્રેસના રાહુલ ગાંધીની જીત 3 લાખ 90 હજાર થી બહુ જ નાની છે.

હવે, મહારાષ્ટ્ર-રાજસ્થાન-ઉતરપ્રદેશ અને બિહારમાં ગુમાવાયેલો જનાધાર કેવી રીતે મેળવી શકાય કે પછી આ રાજ્યોમાં કાખઘોડીના સહારે જ ચાલવું છે ? હવે પછીનો સૌથી મોટો અને પહેલો પડકાર મહારાષ્ટ્ર છે. અને શિંદે સામે ઉદ્ધવ જૂથ બળિયું પૂરવાર થયું છે. એટલે રાજનીતિક સમીક્ષકો માનવા લાગ્યા છે કે, ઇન્ડી ગઠબંધન અહીં વધુ આક્રમક બનશે. અને ફરીથી પવાર પોતાનો પાવર બતાવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button