આમચી મુંબઈમહારાષ્ટ્ર

Election Results પછી મનોજ જરાંગેએ ફરી સરકારને આપી આ ચીમકી

મુંબઈ: લોકસભાની ચૂંટણી (Lok Sabha Election Result)માં ‘I.N.D.I.A.’ ગઠબંધનને 232 બેઠક મળી છે જ્યારે ‘અબ કી બાર 400 પર’ નારો આપનારા ભારતીય જનતા પક્ષ (ભાજપ)ને એનડીએના સાથ સહકાર સાથે 300 બેઠક પર પણ વિજય નથી મળ્યો.

2019માં મહારાષ્ટ્રમાં ભાજપનો 23 બેઠક પર વિજય થયો હતો. 2024માં આ સંખ્યા નીચે ઉતરી 9 પર આવી ગઈ છે. આ નિષ્ફળતામાં મરાઠા આંદોલનએ પણ ભાગ ભજવ્યો એવી ચર્ચા છે. આ સંજોગોમાં મરાઠા આરક્ષણના આંદોલનકારી મનોજ જરાંગેએ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ગર્ભિત ઈશારો કરી ચેતવણી ઉચ્ચારી છે.

ભાજપની નિષ્ફળતા માટે આપવામાં આવેલા કારણોમાં એક કારણ મરાઠા આંદોલનનું પણ આપવામાં આવે છે. ચૂંટણી પરિણામ પછી એનસીપીના બજરંગ સોનાવણે જરાંગેને મળ્યા હતા. એ સમયે મનોજ જરાંગેએ પ્રસિદ્ધિ માધ્યમો સાથે વાતચીત કરી હતી. ‘મેં ફલાણાને પરાજિત કરો એવું કોઈને નથી કહ્યું, પણ મરાઠાઓના મત મહત્ત્વના હોય છે. જનતાએ આ ચૂંટણીને ગંભીરતાથી લીધી હતી.’

હવે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. એ સંદર્ભમાં મનોજ જરાંગેએ જણાવ્યું હતું કે ‘દેવેન્દ્ર ફડણવીસે હવે કોઈને નિરાશ નહીં કરવા જોઈએ નહીં તો જેમ લોકસભામાં પરચો બતાવ્યો એમ વિધાનસભામાં પણ પરચો દેખાડવામાં આવશે. જો આરક્ષણ મંજૂર નહીં થાય તો વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠક પર અમે ચૂંટણી લડીશું. હું રાજકારણી નથી, પણ સરકારે હવે જાગવું જોઈએ. સરકાર મરાઠાઓથી ડરતી નહોતી, પણ આ ચૂંટણીમાં મરાઠા સમાજે સંગઠિત થઈ પોતાની તાકાત દેખાડી દીધી છે.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ