MS યુનિવર્સિટીની 10 હજાર જગ્યાઓ પર એડમિશન માટે 35 હજાર અરજીઓ
વડોદરા : ગુજરાત સરકાર દ્વારા સરકારી યુનિવર્સિટીઓમાં એડમિશન લેવા માટે ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ (GCAS) પોર્ટલ બનાવ્યું છે. જેમાં ગુજરાતની 15 સરકારી યુનિવર્સિટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે હાલ સ્નાતક કક્ષાના ફોરમ ભરાવવાની અંતિમ તારીખ પૂર્ણ થઈ ચૂકી છે. જો કે આ દરમિયાન પોર્ટલ પર કેટલા એડમિશન થયા તેનો ચોક્કસ આંકડો સામે નથી આવ્યો.
જો કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાએ આ પોર્ટલ પરથી તેમની યુનિવર્સિટી કેટલા એડમિશન માટેની અરજી આવી છે. તે અંગે માહિતી આપી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં 35000 અરજીઓ મળી છે. જો કે તેની સામે યુનિવર્સિટી પાસે બેઠકો 10000 જ છે. આ પોર્ટલ વિદ્યાર્થી એક કરતાં વધુ બેઠકો પર અરજી કરી શકતો હોવાથી, તેની ધ્યાનમાં લઈએ તો 70 હજાર જેટલા ફોરમ ભરાયા હોવાની વિગતો છે.
યુનિવર્સિટીની આ મર્યાદિત બેઠકોની સામે 35 હજાર જેટલા વિદ્યાર્થીઓએ અરજીઓ કરી છે. વિવિધ વિદ્યાશાખાઓમાં રહેલી જગ્યાની વાત કરવામાં આવે તો વાણિજ્ય વિદ્યાશાખામાં 5800, વિનયન વિદ્યાશાખામાં 1400, વિજ્ઞાન વિદ્યાશાખામાં ગ્રાન્ટ ઇન એડની 1200 જગ્યાઓ તેમજ હાયર પેમેન્ટની 400 બેઠકો ઉપલબ્ધ છે. આ ઉપરાંત અન્ય હોમસાઇન્સ, શિક્ષણ મનોવિજ્ઞાન, લૉ, સોશિયલ વર્ક, બીસીએ, બીબીએ વગેરે કોર્સમાં પણ અરજીઓ થઈ છે.
GCAS પોર્ટલ પર ભરવામાં આવેલા ફોર્મના આધારે વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બોલાવામાં આવશે. એડમિશનપોર્ટલ પર 12થી 15 જૂનના રોજ એડમિશનમાટેના પ્રથમ રાઉન્ડની યાદી બહાર પાડવામાં આવશે. જો કે MS યુનિવર્સિટીમાં આ રાઉન્ડમાં જ બધી બેઠકો ભરાઈ જાય તેવી શક્યતાઓ છે.