નેશનલ

Smriti Iraniને હરાવનારા કે. એલ શર્માને દિલ્હી ખાતે સોનિયા ગાંધીએ શું કહ્યું…

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ગમી બેઠક પર ચોંકાવનારા પરિણામો આવ્યા છે. આ બધી બેઠકોમાં જે બેઠકની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે તે છે ઉત્તર પ્રદેશની અમેટી બેઠક. કૉંગ્રેસનો ગઢ માનવામાં આવતી આ બેઠક 2019માં સ્મૃતિ ઈરાનીએ પોતાને નામ કરી હતી અને અહીંથી ગાંધી પરિવારના પુત્ર રાહુલ ગાંધીને હરાવ્યા હતા. આ ચૂંટણીમાં રાહુલે અહીંથી ચૂંટણી ન લડતા પરિવારના નજીકના અને પક્ષના સામાન્ય એવા કાર્યકર્તા કે.એલ.શર્માને ટિકિટ આપી હતી. તે સમયે રાહુલ સ્મૃતિથી ડરી ગયા હોવાની અને હારના ડરને લીધે આ બેઠક છોડી હોવાની ટીકા ભાજપે કરી હતી, પરંતુ આવતીકાલે જાહેર થયેલા પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. અહીંથી દોઢ લાખના માર્જિનથી એક.એલ.શર્મા જીત્યા હતા અને સ્મૃતિએ હારનો સામનો કરવો પડ્યો હતો.

લોકસભા ચૂંટણીમાં યુપીના અમેઠીથી જીતેલા કિશોરી લાલ શર્મા આજે દિલ્હી પહોંચ્યા હતા અને સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધીને મળ્યા અને તેમને વિજયનું પ્રમાણપત્ર આપ્યું હતું. ખૂબ જ સાદા અને નમ્ર લાગતા શર્માએ ત્યારબાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું તેમને વિજય પ્રમાણપત્ર આપવા આવ્યો હતો અને મેં સોનિયા ગાંધીના આશીર્વાદ લીધા હતા.

ત્યારબાદ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમને સોનિયા ગાંધીએ શું કહ્યું ત્યારે તેમણે કહ્યું કે મને ગાંધીએ કહ્યું કે તમે છો તેવા જ વિન્રમ રહેજો. સાંસદ થયાનું કોઈ અભિમાન રાખશો નહીં અને જનતાના કામ કરજો. શર્માએ એમ પણ કહ્યું કે આ પદ સાથે જવાબદારી પણ આવી છે. હું અમેઠીની જનતાને સાથે રાખી વિકાસના કામ કરવામાં માનું છું.

આ પણ વાંચો : ઉમેદવારી નોંધાવ્યા પહેલા Smriti Iraniની સ્કૂટી રાઈડઃ કૉંગ્રેસે ક્યારે કરશે ઉમેદવારની જાહેરાત

અમેઠીમાં પોતાની જીત પર કિશોરી લાલ શર્માએ કહ્યું, આ જનતાની જીત છે.’ સ્મૃતિ ઈરાની વિશે તેમણે કહ્યું કે જીતવાનું અને હારવાનું ચાલુ રહે છે, એકને જીતવું હતું અને બીજાને હારવું પડ્યું હતું. જો કોઈ એમ કહે કે તેનો ઉત્સાહ હજુ પણ અકબંધ છે તો તે સારી વાત છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button