Indi સરકાર રચી શકે છે, નરેન્દ્ર મોદીનો દબદબો ઘટ્યો છે: જીગ્નેશ મેવાણી
રાજકોટ ખાતે આજે જીગ્નેશ મેવાણીએ પત્રકારોને મળી પોતાના વિચારો રજૂ કર્યા હતા. મેવાણી એ જણાવ્યું હતું કે
દેશને આઝાદ થયાના 70 વર્ષ બાદ બંધારણ તેમજ લોકતંત્રમાં માનનારા લોકોની રાહત મળી છે. 272 નું આંકડો ભારતીય જનતા પાર્ટી પાર નથી કરી શકી જેથી તેમનો ઘમંડ તૂટ્યો છે. તેમના પગ જમીન ઉપર આવ્યા છે. અને નરેન્દ્ર મોદીનો ચાર્મ અને પોપ્યુલારિટી માં પ્રચંડ ઘટાડો થયો છે. ગુજરાતની અંદર ગેનીબેન ઠાકોરની જીતથી ગેનીબેન ઠાકોર રોકસ્ટાર તરીકે ગુજરાતમાં ઉભરી આવ્યા છે. જેનો મને આનંદ છે.
કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા બંને એડીચોટીનું જોર લગાવી ગવર્મેન્ટ ફોર્મ કરી શકીશું તેવી મને આશા અને અપેક્ષા છે.
ભારત દેશ બેરોજગારી તેમજ મોંઘવારી આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ તથા જેવી ભયંકર શોષણ થઈ રહ્યું છે.
ખેડૂતો અને વિદ્યાર્થીઓની આત્મહત્યા જોઈ છે. ધર્મના નામે થતું રાજકારણ પણ જોયું છે. આથી દેશની જનતાએ આ ચૂંટણીમાં એકંદરે સારી સમજ બતાવી આ વખતે મતદાન કર્યું છે. જે બહુ સારી બાબત છે. જીગ્નેશ મેવાણી ને પૂછવામાં આવ્યું કે ભારતીય જનતા પક્ષ ની સીટ જેટલી સીટ India નાં તમામ પક્ષો થઈને પણ નથી લઈ શક્યા. તેના જવાબમાં મેવાણીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પાસે ED,CBI, અને IT નામનો પક્ષ પણ છે.જેનો ઉપયોગ કરી જનતાને, પક્ષનાં નેતાઓ ને હેરાન કર્યાં છે. અમારું એલાન એક જ હતું અને છે દેશ બચવો દેશનું સંવિધાન બચવું અને બાબાસાહેબ નું બંધારણ બચવું જરૂરી હતું.
આ પણ વાંચો : અગ્નિકાંડ મુદ્દે ભીનું સંકેલાઈ રહ્યું છે, સીટ ના અધિકારીઓ શંકાના દાયરામાં છે, તટસ્થ અધિકારીઓની નિમણૂક થવી જોઈએ: જીગ્નેશ મેવાણી
ભારતીય જનતા પાર્ટીને 400 પર કોઈ દિવસ થવાના નોતા ખાલી લોકોના મગજમાં ભાજપે આ ઠસાવી દીધું હતું.
સોશિયલ મીડીયામાં પણ 400 પારની પોસ્ટ ખટાફટ ખટાફટ ડિલીટ થઈ રહી છે.
પી.એમ મોદીના કક્ષા વગરના ભાષણ સાંભળવા સંભામાં પણ હવે માણસો એકત્રિત નથી થતા.
સરકારી લોકો અને આંગણવાડી બહેનો લોકોને બસોમાં ભરી પરાણે લઈ આવે છે.
ઈન્ડિયા અલાઈન્સના બધા પરિબળો સાથે રહી એક સારી સરકાર બનાવશે જે મને આશા છે.