નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

‘અચાનક જ હું હીરો બની જાઉ છું’ ચૂંટણીના પરિણામો બાદ નીતીશ કુમાર પર બનવા માંડ્યા ફની મીમ્સ

લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ભાજપને નહીં પણ NDAને બહુમતી મળી છે. તેણે તેના સાથી પક્ષો સાથે જ સરકાર બનાવવી પડશે. એવા સમયે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે અને હવે તેમની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. ગઠબંધન બદલવાની તેમની વૃત્તિ જેના કારણે તેમને ‘પલ્ટુ કુમાર’ નામ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે નીતીશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુને ‘I.N.D.I.A’ ગઠબંધનમાં જોડાવા માટે સંપર્ક કર્યો છે. નીતીશ કુમારની જેડીયુ બિહારમાં 15 બેઠકો પર આગળ છે, જ્યારે નાયડુની ટીડીપી આંધ્ર પ્રદેશમાં 16 બેઠકો પર જીતી છે. અહીં નીતીશ કુમાર પરના કેટલાક રમુજી મીમ્સ પર એક નજર કરીએ.

1) પડદા પાછળ નીતીશ કુમારનું શું ચાલી રહ્યું છે એના પર આ મીમ છે.

2) જીતવા પર અભિનંદન આપ્યા બાદ નીતીશ કુમાર પાસે પાર્ટી માગતા તેઓ શું કહે છે જુઓ

3) તમે ચૂંટણી લડે, સરકાર હું બનાવીશ

4) નીતીશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડું ભાજપ સાથએ શું કરી શકે છે તે જણાવતું મીમ્

5)INDIA Bloc HQમાં પ્રવેશી રહેલી નીતીશ કુમાર

6) રાહુલ ગાંધી નીતીશ કુમારને શું કહી રહ્યા છે જુઓ

7) મને એવી કોઇ લલચામણી ઓફર આપો જેની હું ના ન પાડી શકું

8) ભાજપની સૌથી મોટીચિંતા અત્યારે…..

9) નીતીશ કુમારની વર્તમાન સ્થિતિ

ઘટક પક્ષો સખણા રહે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રીજો કાર્યકાળ આમ તો નિશ્ચિત જણાઈ રહ્યો છે, પરંતુ આગામી થોડા દિવસોમાં તમામની નજર નીતીશ કુમાર પર પણ રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button