ટોપ ન્યૂઝનેશનલ

નીતિશ કુમાર અને તેજસ્વી એક જ ફ્લાઈટમાં દિલ્હી રવાના, બે-ત્રણ દિવસ દિલ્હીમાં ધમધમાટ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન બન્ને પાસે સરકાર રચવાની તક છે. એનડીએને પાસે બહુમત છે, પરંતુ ઈન્ડિયા ગઠબંધન પણ અમુક પક્ષોને પોતાની સાથે લઈ સરકાર રચવાનો દાવો કરી શકે છે. આ બધી શક્યતાઓ વચ્ચે આજે દિલ્હીમાં રાજનેતાઓનો મેળાવડો જામ્યો છે.

જેમના પર બન્ને ગઠબંધનનો મદ્દાર છે જે જેડીયુના નીતિશ કુમાર દિલ્હી જવા રવાના થઈ ચૂક્યા છે અને રસપ્રદ વાત તો એ છે કે તેમની સાથે આરજેડીના તેજસ્વી યાદવ પણ છે. બન્ને એક ફ્લાઈટમાં આવી રહ્યા હોવાના સમાચાર છે ત્યારે નીતિશ પોતાના હાલના પક્ષ એનડીએ સાથે જોડાઈ છે કે પછી પહેલાના ગઠબંધન ઈન્ડિયા પાસે જાય છે તેના પર સૌની નજર ટકી છે. અગાઉ નીતિશ ઈન્ડિયા ગઠબંધનનો ભાગ હતા અને ખૂબ મહત્વના નેતા અને વડા પ્રધાનપદના દાવેદાર માનવામાં આવતા હતા, પરંતુ અચાનક તેમણે પલટી મારી એનડીએનો હાથ પકડ્યો. હવે ફરી તેમને નાયબ વડા પ્રધાનની ઓફર ઈન્ડિયા ગઠબંધન તરફથી મળી હોવાના અહેવાલો છે.

નીતિશ બાદ જેમની સૌતી વધુ બોલબાલા છે તે ટીડીપીના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુ પણ દિલ્હી માટે રવાના થયા છે.
આ સાથે ઉત્તર પ્રદેશ બાદ જે રાજ્યએ ભાજપ-એનડીએને સૌથી વધારે આંચકો આપ્યો છે તે મહારાષ્ટ્રના એનસીપીના નેતા શરદ પવાર અને તેમના સાંસદ પુત્રી સુપ્રિયા સુળે પણ દિલ્હી જવા રવાના થયા છે. કે. સ્ટેલિન સહિતના અનેક નેતાઓએ આજે દિલ્હીમાં ધામા નાખ્યા છે અને લગભગ આવતા બે-ત્રણ દિવસો સુધી દિલ્હી ધમધમતી રહેશે.

દરમિયાન ઈન્ડિયા ગઠબંધનની બેઠક પહેલા જ શિવસેના (ઉદ્ધવ)ના નેતા સંજય રાઉતે રાહુલ ગાંધીને વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે વધાવ્યા છે અને તેમને સમર્થન જાહેર કર્યું છે. તો બીજી બાજુ આમ આદમી પક્ષના નેતા સંજય સિંહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની માગણી કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button