ટોપ ન્યૂઝનેશનલ

PM Modi ને Giorgia Meloni થી લઈને મુહમ્મદ મુઈઝુ સહિતના નેતાઓએ પાઠવી શુભેચ્છા

નવી દિલ્હી : ભારતમાં લોકસભા ચૂંટણી 2024ના (Lok Sabha Election Result 2024) જાહેર થયેલા પરિણામોમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ( NDA)ગઠબંધનને બહુમતી મળી છે. નરેન્દ્ર મોદી (PM Modi)ફરી એકવાર વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે.ત્યારે વિશ્વભરમાંથી નેતાઓ પીએમ મોદીને જીત માટે અભિનંદન આપી રહ્યા છે. જેમાં ઈટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીથી(Georgia Meloni) લઈને મુહમ્મદ મુઈઝુએ પણ પીએમ મોદીને અભિનંદન સંદેશો પાઠવ્યા છે.

જ્યોર્જિયા મેલોનીએ અભિનંદન પાઠવ્યા

ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદીને અભિનંદન આપતાં કહ્યું- નવી ચૂંટણીની જીત અને સારા કામ માટે મારા હાર્દિક અભિનંદન. અમે નિશ્ચિતપણે ઇટાલી અને ભારતની મિત્રતાને મજબૂત કરવા અને બંને રાષ્ટ્રોના લોકોની સુખાકારી માટે વિવિધ મુદ્દાઓ પર સહકારને મજબૂત કરવા સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.

Read More: Loksabha Election Result 2024 : પીએમ મોદીએ લોકસભા ચૂંટણીના પરિણામો…

માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝુએ શું કહ્યું?

માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે 2024ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને ભાજપના નેતૃત્વવાળી NDAને સતત ત્રીજી વખત સફળતા મળી છે. હું અમારા બંને દેશો માટે સહિયારી સમૃદ્ધિ અને સ્થિરતાના અનુસંધાનમાં અમારા સામાન્ય હિતોને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું.

Read More: નિમુ બાંભણીયા પર ભાજપે મુકેલ વિશ્વાસથી ભાવનગરમાં કમળ ખીલ્યું

રાનિલ વિક્રમસિંઘે અભિનંદન પાઠવ્યા હતા

શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ કહ્યું કે તેઓ ભાજપનાનેતૃત્વમાં એનડીએને શુભેચ્છા પાઠવે છે. એનડીએની જીતે પીએમ મોદીના નેતૃત્વમાં પ્રગતિ અને સમૃદ્ધિમાં ભારતીય લોકોનો વિશ્વાસ દર્શાવ્યો હતો. પાડોશી તરીકે શ્રીલંકા ભારત સાથે તેની ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે ઉત્સુક છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button