આપણું ગુજરાતલોકસભા સંગ્રામ ૨૦૨૪

નિમુ બાંભણીયા પર ભાજપે મુકેલ વિશ્વાસથી ભાવનગરમાં કમળ ખીલ્યું

ભાવનગર : સૌરાષ્ટ્રની ભાવનગર (Bhavnagar) બેઠક પર ભાજપના સાંસદ ભારતીબેન શિયાળની ટિકિટ કાપીને આ બેઠક પર નવા જ ચહેરા તરીકે નિમુબેન બાંભણીયાને (Nimu Bambhaniya) મેદાનમાં ઉતાર્યા હતા. તો કે વિપક્ષી ગઠબંધનમાં આ બેઠક આમ આદમી પાર્ટીને ફાળે ગઈ હતી અને આથી આપે ઉમેશ મકવાણાને (Umesh Makwana) ટિકિટ આપી હતી. આ બેઠક પર રાજકોટમાં થયેલ ક્ષત્રિય આંદોલનની અસર જોવા મળશે તેવી શક્યતાઓ હતી પરંતુ અહી નિમુબેનબાંભણીયાએ ઉમેશ મકવાણાએ હાર આપી છે.

ભાવનગર બેઠક પર કોળી સમાજના મતોનું પ્રભુત્વ રહેલું છે. આથી અહી બંને પાર્ટી કોળી ઉમેદવારોને ટિકિટ આપી હતી. અત્યાર સુધી ભારતીબેન શિયાળ અહી ભાજપથી જિતતા આવ્યા છે. જો કે આ વર્ષે ભાજપે ભારતીબેન શિયાળની ટિકિટ કાપીને તેમના સ્થાને નિમુબેન બાંભણીયાને ટિકિટ આપી હતી.

ભાજપના ઉમેદવાર નિમુ બાંભણીયા 4,55,289 લાખ મતોની લીડ સાથે ચૂંટણી જીત્યા હતા. તેમને કુલ 7,16,883 મતો મળ્યા હતા. જ્યારે આપના ઉમેદવાર 2,61,594 લાખ મતો મળ્યા હતા.

આ બેઠક પર કોળી સમાજનું ખૂબ પ્રભુત્વ છે. અહી કુલ 19 લાખ મતદારો છે જેમાંથી અંદાજે 3 લકહ જેટલા કોળી મતદારો છે. આથી બંને કોળી સમાજના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.

ભાજપના ઉમેદવાર નિમુ બાંભણીયા અખિલ ભારતીય કોળી સમાજ નવી દિલ્હીના સભ્ય તેમજ રાષ્ટ્રીય મહિલા મોરચાના મહામંત્રી રહ્યા છે. તેમજ ભાવનગર જિલ્લા કોળી કર્મચારી મંડળના સભ્ય છે. તો ઉમેશ મકવાણા બોટાદના વર્તમાન વિધાનસભ્ય છે. તેઓ 2022માં આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત