નેશનલ

BIG UPSET: ઓડિશામાં Naveen પટનાયકનું રાજ ખતમ, ભાજપ બનાવશે સરકાર

જગન્નાથપુરી: લોકસભાની ચૂંટણીના પરિણામો સાથે ઓડિશા-આંધ્ર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામો પણ જાહેર થયા. ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને બહુમતી મળી રહી છે. રાજ્યની 147 વિધાનસભાની બેઠક સાથે લોકસભાની 21 બેઠકના પરિણામો જાહેર કરવામાં આવ્યા. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી અને સત્તારુઢ બીજુ જનતા દળની વચ્ચે કાંટાની ટક્કર થઈ શકે છે.

24 વર્ષના રાજકીય કાર્યકાળમાં એક પણ વખત ચૂંટણી હાર્યા નથી. પહેલી વખત ચૂંટણીમાં હાર્યા છે. ઓડિશામાં બે દાયકાના લાંબા સમયગાળા બાદ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. ઓડિશાની કુલ 147 સીટ પર ભાજપ 78 સીટ જીતી મળી છે, જ્યારે સત્તામાં આવવા માટે 74 સીટ જરુરી છે. એનાથી વિપરીત 51 સીટ બીજુ જનતા દળને મળી છે. કોંગ્રેસ પાર્ટીને 14 બેઠક મળી છે.

2000 (માર્ચ)થી સત્તામાં રહેલા નવીન પટનાયકની ઓડિશામાં મજબૂત પકડ હતી, તેથી લાંબા સમયગાળા સુધી શાસન કર્યું હતું. આ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એમની પાર્ટીએ દાવો કર્યો હતો કે નવીન પટનાયકની સરકારે રાજ્યમાં ભ્રષ્ટાચાર આચર્યો હતો. હવે એવું કહેવાય છે કે પીએમની લોકપ્રિયતાને કારણે ઓડિશામાં ભાજપને બહુમતી મળી છે.

2019ની વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની 147 બેઠકમાંથી 117 બેઠક પર જીત મળ્યા બાદ બીજુ જનતા દળે સરકાર બનાવી હતી, જ્યારે ભાજપના ખાતામાં 23 સીટ મળી હતી અને કોંગ્રેસને નવ બેઠક મળી હતી. પાર્ટીના પ્રમુખ નવીન પટનાયક પાંચમી વખત મુખ્ય પ્રધાન બન્યા હતા. પહેલી વખત નવીન પટનાયક 200માં મુખ્ય પ્રધાન બન્યા હતા. ઓડિશા સાથે આંધ્ર પ્રદેશમાં ટીડીપી સ્પષ્ટ બહુમત સાથે સરકાર બનાવશે, જ્યારે ભાજપના ખાતામાં આઠ સીટ આવી શકે છે. આમ છતાં કોંગ્રેસ આંધ્ર પ્રદેશમાં ખાતું ખોલી શકી નથી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત