ગુજરાતની આ બેઠક પર શિક્ષકે વર્તમાન ધારાસભ્યને હરાવ્યા
ગાંધીનગર: ગુજરાતની તમામ લોકસભા બેઠકોને લઈને પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, બનાસકાંઠા સિવાયની તમામ લોકસભા બેઠકો પર ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. ત્યારે ટિકિટ આપવાથી લઈને ઉમેદવાર બદલવા સુધી ભારે ચર્ચાનું કેન્દ્ર રહેલી સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાની (shobhanaben baraiy) જીત થઈ છે. આ બેઠક જીતવા બંને પક્ષોએ લોહીની પાણી કરી દીધુ હતું પરંતુ અંતે સાબરકાંઠામાં ભાજપનું કમળ ખીલ્યું હતું.
વર્તમાન ધારાસભ્યની હાર :
આ બેઠક ભાજપે ઉમેવારની બદલી કર્યા બાદ શોભનાબેન બારૈયાને ટીકીટ આપી હતી. તેની સામે કોંગ્રેસે પણ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. તુષાર ચૌધરીને ટિકિટ આપી હતી. આ બેઠક પર શોભનાબેન ચૌધરીને 6, 77, 318મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 5, 21, 636 મતો મળ્યા હતા. રાજકારણથી આટલા દૂર રહેલા શિક્ષકે વર્તમાન ધારાસભ્યને 1, 55, 682 લાખ મતોની સરસાઈથી હરાવ્યા છે.
ઉમેદવાર બદલવા પડ્યા હતા :
ભાજપે આ બેઠક પર ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી, જો કે ત્યારબાદ વિવાદ થતાં ભાજપે ટિકિટ શોભનાબેન બારૈયાને આઈ હતી. તેને લઈને પણ વિવાદ સર્જાયો હતો. ભીખાજિ ઠાકોરના સમર્થકોએ રાજીનામાં આપી દીધા હતા. અરવલ્લીમાં ભાજપ કાર્યાલય પર પણ ભીખાજી ઠાકોરના સમર્થકોએ પણ વિરોધ નોંધાવ્યો હતો. આ બેઠક પર ટિકિટ આપવા માટે સેન્સ પણ લેવામાં આવ્યો હતો.
1991માં અરવિંદ ત્રિવેદી જીત્યા હતા :
1951ના વર્ષે પ્રથમ ચૂંટણી યોજાઇ ત્યારથી લઈને સતત 11 વખત આ બેઠક પર કોંગ્રેસ વિજય મેળવતી આવી છે. પૂર્વ વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા પણ આ બેઠકથી જીત્યા બાદ વડાપ્રધાન બન્યા હતા. સરદારના પુત્રી મણીબેન પટેલ આ બેઠક પરથી 1973માં જીત્યા હતા. 1991માં પહેલીવાર ભાજપના ઉમેદવાર અરવિંદ ત્રિવેદી આ બેઠક પરથી જીત્યા હતા.