મનોરંજનસ્પોર્ટસ

Shoaib Malikથી છૂટા પડ્યા બાદ કોઈને ડેટ કરી રહી છે Sania Mirza?

ભૂતપૂર્વ ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા (Tennis Player Sania Mirza) છેલ્લાં કેટલાય સમયથી ભલે ગેમથી દૂર હોય પણ તે પોતાની પર્સનલ લાઈફને કારણે તો ચર્ચામાં રહે છે. પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક (Shoaib Malik) સાથેના છુટાછેડા બાદથી તો સાનિયા એક યા બીજા કારણે લાઈમલાઈટમાં આવતી રહે છે. હવે ફરી એક વખત તે ચર્ચામાં આવી છે પબ્લિક પ્લેટફોર્મ પર આપેલા એક નિવેદનને કારણે, આવો જોઈએ શું કહ્યું સાનિયાએ…

સાનિયા મિર્ઝાએ હાલમાં જ શોએબ મલિકથી છુટાછેડા લીધા છે અને ત્યાર બાદ પહેલી જ વખત તેણે પબ્લિક પ્લેટફોર્મ પરથી મોટી વાત કહી છે. સાનિયાએ ઈશારો ઈશારોમાં જ કહી દીધું હતું કે તે બીજા પ્રેમની શોધમાં છે અને સૌથી મોટી અને મહત્ત્વની વાત તો એ છે કે તે આ માટે એકદમ તૈયાર દેખાઈ રહી છે. સાનિયા મિર્ઝાએ કપિલ શર્માના શો (Kapil Sharma’s Show)માં હાજરી આપી હતી અને અહીં તેણે પોતાના લવ ઈન્ટરેસ્ટને લઈને મોટું અને રસપ્રદ નિવેદન આપ્યું છે.

કપિલે સાનિયા મિર્ઝા (Tennis Player Sania Mirza)ને કહ્યું કે શાહરુખ ખાન (Shahrukh Khan) તારી ઓટોબાયોગ્રાફીમાં લવ ઈન્ટરેસ્ટનો રોલ પ્લે કરવા માંગે છે, જેના જવાબમાં સાનિયાએ કહ્યું કે હજી તો મારે લવ ઈન્ટરેસ્ટ શોધવાનો છે.

સાનિયાના આ કમેન્ટ બાદ હવે તેના ફેન્સ આતુરતાપૂર્વક કપિલ શર્માના શોના એ એપિસોડની રાહ જોઈ રહ્યા છે જેમાં સાનિયાએ પોતાની લાઈફને લઈને રસપ્રદ ખુલાસાઓ કર્યા છે. સાનિયાની આ કમેન્ટ એ તરફ ઈશારો કરી રહી છે કે સાનિયા હવે પોતાના જીવનમાં આગળ વધવા માંગે છે. જ્યારે શોએબ મલિકે તો સના જાવેદ સાથે લગ્ન કરી લીધા છે.

વાત કરીએ સાનિયાના વર્ક ફ્રન્ટની તો સાનિયા હાલમાં ખૂબ જ વ્યસ્ત દેખાઈ રહી છે અને તે ટેનિસમાં કમેન્ટરી સિવાય મોડેલિંગ શૂટ્સમાં પણ વ્યસ્ત છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button