મરણ નોંધ

હિન્દુ મરણ

કચ્છી લોહાણા
સ્વ. લીલાવતીબેન દેવજી કોટક કચ્છગામ ખાવડા વાળાના પુત્ર હાલ મુલુન્ડ કૌશીકભાઇ (ઉં. વ. ૬૩) મહાલક્ષ્મીના પતિ. સ્વ. હંસાબેન વાઘજી નાસા કચ્છ ગામ વાંકું હાલ મુલુંડવાળાના જમાઇ. અંકિતાના પપ્પા. તે કમલેશ, સ્વ. દિપક કોટકના ભાઇ. સ્વ. જયાબેન દિપક કોટક, સ્વ. રેણુકા, સ્વ. દિક્ષીતના ભાઇ. તા. ૧૭-૯-૨૩ના રવિવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા આરતી સોસાયટી, બી-વિંગ, રૂમ, નં.૫, ગ્રાઉન્ડ ફલોર, તાંબેનગર, મુલુંડ (વેસ્ટ), ૫થી ૬. લૌકિક વ્યવહાર બંધ છે, બૈરાઓને એજ દિવસે આવી જવું.
વીસા નાગર વાણિયા
હાલ કાંદીવલી સ્વ. બાબુભાઈ મણિલાલ શાહ તથા સ્વ. ચંદ્રવિદ્યા બાબુભાઈ શાહના પુત્ર. પ્રવિણભાઈ દલાલ (ઉં. વ. ૮૯) ૧૮-૯-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે જસુમતીના પતિ. ગં. સ્વ. ભારતીબેન ચંદ્રવદન પરીખ, સ્વ. અરવિંદાબેન ભૂપેન્દ્ર દલાલ, સૌ. રશ્મિબેન બંસીલાલ માસ્તર, રમેશભાઈ, સ્વ. જગદીશભાઈ, સ્વ. મહેન્દ્રભાઈના ભાઈ. જીતલ-શીતલ, સૌ. પાયલ કેયુર પારેખ, સંકેત- મેઘનાના કાકા. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા ૨૧-૯-૨૩, ગુરુવારના ૫.૩૦ થી ૭. ઠે. આરાધીકા સમાજ વિકાસ સંસ્થા, પાવનધામ, સચિન તેન્ડુલકર જીમખાનાની સામે, મહાવીરનગર, કાંદિવલી (વે).
હાલાઇ બ્રહ્મક્ષત્રિય
પોરબંદરવાળા હાલ થાણા ગં. સ્વ. પુષ્પાબેન કિશોરચંદ્ર ધાંધા (ઉં.વ. ૮૭) તે ૧૭/૯/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે હર્ષા પરેશ ચુડાવાલા, અનુરાધા મુકેશ ઠાકોર, સ્વ. રાજશ્રી ધીલન સોનેજી, ઉમાં શહઝાદ કુરેશી તથા વિવેકના માતુશ્રી. સ્વ. ડાહીબેન જુઠાલાલ સેતાની દીકરી. વનિતા વલ્લભદાસ જગડ, સ્વ. રજનીકાંત તથા રમેશચંદ્રના બહેન. લૌકિક પ્રથા બંધ છે.
શ્રી નાઘેર દશા શ્રીમાળી વણિક
ટીંબી હાલ કાંદીવલી અ.સૌ. પુષ્પાબેન મહેતા (ઉં.વ. ૮૪). શ્રી મનસુખલાલ મોહનલાલ મહેતાના ધર્મપત્ની. બીનાબેન ખૈલેશ સીંધાત્રા, વિભાબેન સંજયભાઈ શાહ, કિંજલબેન જતીનકુમાર હપાણીના માતુશ્રી. ભાવનગર નિવાસી સ્વ. રામજીભાઈ મગનલાલ ગાંધીના દીકરી. સ્વ. રજનીભાઈ, સ્વ. હસુભાઈ, શ્રી પ્રફુલભાઈ, સ્વ. પ્રભાબેન, સ્વ. જયશ્રીબેન અને સ્વ. ભારતીબેનના બેન તથા અ.નિ.જીવરાજભાઈ, અ.નિ.જુગલકિશોરભાઇ, અ.નિ.સુરેશભાઈ, અ.નિ.ચંદ્રકાંતભાઈ, અ.નિ.નિર્મળાબેન વૃંદાવનદાસ શાહના ભાભી. તા. ૧૭/૯/૨૩ના રવિવારે અક્ષરવાસ થયેલ છે. પ્રાર્થના સભા રાખેલ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button