ટોપ ન્યૂઝનેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

‘N’ Factor: PM Narendra Modiને Nitish Kumar And Chandrababau Naidu નડશે કે તારશે?

દેશની સૌથી મોટી ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને ભાજપની આગેવાની હેઠળનું નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (National Democratic Alliance- NDA) 295 આસપાસ બેઠકની સાથે ત્રીજી વખત સરકાર બનાવે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. 2014-2019ના પરિણામોથી વિપરીત આ વખતે ભાજપ બહુમત માટે જરૂરી જાદુઈ આંકડાથી પણ દૂર દેખાઈ રહી છે અને આ બધા વચ્ચે એક ઈન્ટરેસ્ટિંગ ફેક્ટ સામે આવી રહ્યું છે. એન ફેક્ટર (N Factor) સાથે શરૂ થયેલાં આ ચૂંટણીના પરિણામોએ પણ એન ફેક્ટર જ આપ્યું છે.

આ ચૂંટણીની શરૂઆતથી જ તેની સાથે એન ફેક્ટર જોડાયેલું હતું. આઝાદી બાદ પંડિત જવાહરલાલ નહેરુને બાદ કરીએ તો કોઈ પણ વડા પ્રધાન સતત ત્રીજી વખત સરકાર બનાવવામાં સફળ નથી રહ્યા. પીએમ મોદી પાસે આ વખતે ચૂંટણીમાં જિત હાંસિલ કરીને સતત ત્રીજી વખત સરકાર બનાવીને નહેરુના રેકોર્ડની બરાબરી કરવાનો મોકો હતો.

લોકસભા ચૂંટણીના પરિણામો તો ધીરે ધીરે સામે આવી રહ્યા છે અને આ પરિણામોમાં પણ એન ફેક્ટર (N Factor)ની બોલબાલા જોવા મળી રહી છે નમો, નીતિશ અને નાયડુ… નમો એટલે નરેન્દ્ર મોદી (Narendra Modi)ના ચહેરાને આગળ કરીને ચૂંટણીમાં ઉતરેલા એનડીએને સરકાર બનાવવાનો જનાદેશ મળતો દેખાઈ રહ્યો છે. અત્યારના લેટેસ્ટ ફિગરની વાત કરીએ એનડીએને 290થી વધુ સીટ મળતી જોવા મળી રહી છે પણ ભારતીય જનતા પાર્ટી (Bhartiya Janta Party-BJP) સતત ત્રીજી વખત બહુમત સાથે મોદી સરકાર બનાવવાનો મોકો ચૂકતી હોય એવું દેખાઈ રહ્યું છે.

હવે એક એન એટલે નહેરુની બરાબરી કરીને ત્રીજી વખત સરકાર બનાવવા માટે પીએમ મોદી અન્ય બે એન- નીતિશ કુમાર (Nitish Kumar) અને ચંદ્રબાબુ નાયડુ (Chandrababau Naidu)ની પાર્ટી પર પણ આધાર રાખવો પડશે. નીતિશ કુમાર અને નાયડુના વલણ પર સરકારનો દરોમદાર છે. નીતિશ કુમારની આગેવાની હેઠળનો જનતા દળ (યુનાઈટેડ) (JDU)ને 14 અને નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (TDP)ને 16 સીટ મળી રહી છે. આ બંને પક્ષ પણ એનડીએ (National Democratic Alliance- NDA)માં છે.

હવે NDAને મળી રહેલી 295માંથી આ બંને પાર્ટીઓની 30 સીટ બાદ કરી દઈએ સત્તાધારી ગઠબંધનની ટેલી 265 સીટ થઈ જાય છે અને આ આંકડો બહુમત માટે આવશ્યક આંકડા કરતાં સાત જેટલો ઓછો છે. નરેન્દ્ર મોદીની ત્રીજી ઈનિંગનો પૂરેપૂરો આધાર નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુની વલણ પણ આધાર રાખે છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને એનડીએની સાથે વિપક્ષી ઈન્ડિયા બ્લોક પણ એક્ટિવ મોડમાં છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ ટીડીપીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરી હતી, જ્યારે સીએમ નીતિશ કુમારને મળવા બિહાર બીજેપીના અધ્યક્ષ અને ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી સીએમ હાઉસ પહોંચી ગયા છે. જોકે, ચૌધરી અને નીતિશ કુમારની મુલાકાત થઈ શકી નથી. એક દિવસ પહેલાં જ પીએમ મોદી દિલ્હી જઈને મળી આવ્યા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત