કોંગ્રેસના સારા પ્રદર્શન પાછળ આ યુવાનનો હાથ? જાણો કોણ છે આ રણનીતિકાર
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો(Loksabha election result)માં ભાજપ અને NDAને મોટું નુકશાન થતું જણાઈ રહ્યું છે, અત્યાર સુધી જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન છેલ્લા 10 વર્ષમાં ઘણું સારું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના આ કમબેક પ્રદર્શન અંગે ખૂબ ચર્ચા થઈ રહી છે, કોંગ્રેસના સારા પ્રદર્શન માટે સુનીલ કાનુગોલુ(Sunil kanugolu)ને શ્રેય આપવામાં આવી રહ્યો છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસની બમ્પર જીત બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, સુનીલ કાનુગોલુ ચૂંટણી માટે રણનીતિ બનાવે છે, તેમણે કોંગ્રેસને ચૂંટણીમાં સફળતા અપાવવા માટે આયોજન કરવામાં મહત્વની ભૂમિકા બજાવી છે. રાહુલ ગાંધીની સાદગી અને સામાન્ય લોકો સાથેના તેમના જાહેર કાર્યક્રમો જેવા ઘણા અન્ય કેમ્પેઈન સુનીલ કાનુગોલુની યોજના છે. આ ઉપરાંત, તેમણે કર્ણાટકમાં પેસીએમ અભિયાન અને સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારની અલગ-અલગ મુલાકાતોની પણ યોજના બનાવી હતી. તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીતમાં પણ તેમનું નામ ચર્ચામાં આવ્યું હતું.
40 વર્ષીય સુનીલ ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરના ભૂતપૂર્વ સહાયક છે. કાનુગોલુએ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભાજપના પ્રચારમાં કામ કર્યું હતું અને બાદમાં કોંગ્રેસ માટે પ્રચારની રણનીતિ બનાવવાનું શરૂ કર્યું હતું. કાનુગોલુએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’માં પણ યોગદાન આપ્યું હતું.
કાનુગોલુએ ઉત્તર પ્રદેશમાં બીજેપી માટે કામ કર્યું હતું અને 2017માં યોગી આદિત્યનાથની જંગી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હોવાના એહવાલ છે.
Also Read –