ટોપ ન્યૂઝશેર બજાર

Stock Market Crash: રોકાણકારોના લાખો કરોડનું ધોવાણ, સેન્સેકસ 6000 તૂટ્યો

નિલેશ વાધેલા

મુંબઇ: લોકસભા ચૂંટણી 2024 માટે ચાલી રહેલી મતગણતરીમાં આવી રહેલા પરિણામો સાથે વેચવાલી ની તીવ્રતા વધવાથી શેરબજારમાં કત્લેઆમ થઈ રહી છે. બીજેપી ને અમુક મુખ્ય રાજ્યોમાં જબરદસ્ત પછડાટ મળી હોવાના અહેવાલો વચ્ચે એક તબક્કે સેન્સેકસમાં ૫,૬૫૦ પોઇન્ટ થી મોટો ભયાનક કડાકો જોવા મળ્યો છે અને રોકાણકારોની સંપત્તિમાંથી અંદાજે ૨૫ લાખ કરોડનું ધોવાણ જોવા મળ્યું છે.

નિફ્ટીમાં દસ વર્ષનાં ઈતિહાસમાં આ સૌથી મોટો એક દિવસીય કડાકો છે. 1100 પોઈન્ટના કડાકા સાથે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. આજે શેરબજારમાં જંગી કડાકાના વિક્રમ નોંધાયા છે.

Read More: Stock Market Election Result: 15મિનિટમાં 9 લાખ કરોડનું ધોવાણ, Sensex 2800 સુધીનો ધબડકો

આજે મુખ્ય સૂચકાંકોમાં એક જ દિવસમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ વોલેટિલિટી દર્શાવતા વિક્સ ઈન્ડેક્સમાં ૪૦ ટકાનો વધારો થયો છે. આ જંગી કડાકાને કારણે રોકાણકારોના ૨૫ લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે.
નોંધવુ રહ્યું કે સોમવારે વિક્રમી તેજી સાથે નવી ઐતિહાસિક ઊંચાઈ હાંસલ કરનાર શેરબજારમાં લોકસભાની ચૂંટણીના પરિણામની જાહેરાતના દિવસે ખુલતા સત્રમાં જ જોરદાર કડાકો બોલી ગયો હતો.

આજે મંગળવારે સેન્સેકસ નીચા ગેપ સાથે ખુલ્યો હતો અને ગણતરીની મિનિટોમાં તેમાં ૨૮૦૦ પોઈન્ટનો તોતિંગ કડાકો બોલાઈ ગયો હતો. આને પરિણામે ૧૫ જ મિનિટમાં બીએસઈ પર લિસ્ટેડ શેરોના બજાર મૂલ્યમાં નવ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઇ ગયું હતું. અત્યારે સેન્સેકસ લગભગ ૫૦૦૦ પોઇન્ટ નીચી સપાટીએ ૭૧,૦૦૦ની આસપાસ અથડાઈ રહ્યો છે અને નિફ્ટી ૧,૬૫૦ના ભયાનક કડાકા સાથે ૨૧,૪૦૦ની આસપાસ છે.

સેન્સેકસમાં ૭૦૦ પોઇન્ટથી વધુનો કડાકો માત્ર રિલાયન્સ અને એચડીએફસીના ધોવાણથી થયો છે. પ્રી-ઓપનિંગમાં સેન્સેક્સ 672 પોઈન્ટ અથવા 0.88 ટકાના વધારા સાથે 77122 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સિવાય નિફ્ટી 450.10 પોઈન્ટ અથવા 1.94 ટકાના વધારા સાથે 23714 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. પ્રી-ઓપનિંગ પહેલાં, GIFT નિફ્ટી, જે બજારની શરૂઆત સૂચવે છે, તે 38.60 પોઈન્ટ અથવા 0.16 ટકાના વધારા સાથે 23447 પર હતો.

નોંધવુ રહ્યું કે, સોમવારે શેરબજાર બંધ થયું ત્યારે BSE સેન્સેક્સ 2500 પોઈન્ટના ઉછાળા સાથે76,469 પોઈન્ટ અને નિફ્ટી 733 પોઈન્ટના ઉછાળા સાથે 23,263 પોઈન્ટ પર બંધ થયો હતો. 2009 પછી એક જ સત્રમાં બજારમાં આ સૌથી મોટો ઉછાળો છે. ત્રીજી જૂને સેન્સેક્સે 76,738ની નવી રેકોર્ડ હાઈ બનાવી અને નિફ્ટીએ 23,338ની નવી રેકોર્ડ હાઈ બનાવી હતી. જો કે આજે છેક સુધી કશું ધારી કે કહી શકાય એવો માહોલ ના હોવાનું નિષ્ણાતો જણાવે છે.

Read More: Loksabha Election Result: વારાણસી બેઠક પર મોટો ઉલટફેર, PM મોદી પાછળ ચાલી રહ્યા છે

ત્રીજી જૂને BSE માર્કેટ કેપમાં રૂ. 14 લાખ કરોડનો વધારો થયો હતો. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 426.24 લાખ કરોડ પર બંધ થયું હતું, એટલે કે એક જ સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 14 લાખ કરોડથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજારના માર્કેટ કેપનું આ સર્વોચ્ચ સ્તર છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button