નેશનલ

સંસદની જૂની ઈમારત નવી પેઢી માટે પ્રેરણારૂપ: મોદી

નવી દિલ્હી: સંસદ ભવનની જૂની ઈમારતને બાય બાય કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ તેમ જ લાલ બહાદુર શાસ્ત્રી, ઈંદિરા ગાંધી, પી. વી. નરસિંહ રાવ અને અટલ બિહારી વાજપેયી સહિતના નેતાઓની પ્રશંસા કરી હતી.

જોકે, મનમોહનસિંહની સરકારના શાસનકાળ દરમિયાન થયેલા નકેશ ફૉર વૉટથ કૌભાંડની યાદ દેવડાવવાનું પણ મોદી નહોતા ચૂક્યા.

નસંવિધાન સભાથથી શરૂ કરી સંસદના ૭૫ વર્ષના પ્રવાસ, સિદ્ધિ, અનુભવ, યાદો અને બોધપાઠ અંગે લોકસભામાં બોલતા મોદીએ કહ્યું હતું કે વાજપેયી સરકારના શાસનકાળ દરમિયાન ઉત્તરાખંડ, ઝારખંડ અને છત્તીસગઢ એમ નવા ત્રણ રાજ્યની થયેલી રચનાની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી.

મોદીએ શાબ્દિક પ્રહાર કરતા કહ્યું હતું કે તેલંગણાની રચના આંધ્ર પ્રદેશનું વિભાજન કરીને કરવામાં આવી હતી અને તેને કારણે બંને રાજ્યમાં ભારે કડવાશ ફેલાઈ ગઈ હોવા ઉપરાંત ઘણું લોહી રેડાયું હતું.

બાવન મિનિટના પ્રવચનમાં તેમણે શહીદ ભગતસિંહ અને બટુકેશ્ર્વર દત્તની બહાદૂરીની પ્રશંસા કરી હતી.

ભગતસિંહ અને બટુકેશ્ર્વર દત્તે આ જ સંસદ ભવનમાં બૉમ્બ ફેંકી અંગ્રેજોના શાસનને પડકાર્યું હતું, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આ બૉમ્બધડાકાના પડઘા દેશનું શુભ ઈચ્છતા લોકોની ઉંઘ હજુ પણ ઉડાડી દે છે.

મોદીએ કહ્યું હતું કે આ જ સંસદભવનમાં પંડિત જવાહરલાલ નહેરુએ દેશ આઝાદ થયા બાદનું પ્રથમ ભાષણ આપ્યું હતું. નહેરુના એ શબ્દો આજે પણ લોકોને પ્રેરણા આપી રહ્યા છે, એમ મોદીએ કહ્યું હતું.
આ જ સંસદ ભવનમાં વાજપેયીજીએ કહ્યું હતું કે નસરકારેં આયેગી, જાયેગી, પાર્ટીયાં બનેગી બિગડેગી, લેકિન યે દેશ રહેના ચાહિયેથ. વાજપેયીજીના એ શબ્દો હજુ પણ સંસદ ભવનમાં ગૂંજી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

આ ૭૫ વર્ષ દરમિયાન સંસદ પરનો લોકોનો વિશ્ર્વાસ ઉત્તરોત્તર વધતો રહ્યો છે, એમ મોદીએ કહ્યું હતું.

અમે સંસદની નવી ઈમારતમાં જઈશું, પરંતુ જૂની ઈમારત અમારા સહિત આવનારી નવી પેઢીઓને સતત પ્રેરણા આપતી રહેશે.

દેશ માટે જેમણે દૂરંદેશી દર્શાવી દેશનું નેતૃત્ત્વ કર્યું હતું તેવા પંડિત નહેરુથી લઈને વાજપેયી જેવા નેતાઓની પ્રશંસા કરવાનો આ અવસર છે, એમ મોદીએ કહ્યું હતું.

આ લોકોએ તેમની આગેવાનીમાં દેશને નવી દિશા આપી હતી અને આજનો આ અવસર તેમની અનેરી સિદ્ધિઓને બિરદાવવાનો છે, એમ મોદીએ કહ્યું હતું.
સંસદનું મૂલ્ય વધારનાર સરદાર પટેલ, ચંદ્રશેખર અને લાલકૃષ્ણ અડવાણીને પણ મોદીએ યાદ કર્યા હતા.

સંસદ ભવન પરના આતંકવાદી હુમલાને યાદ કરી મોદીએ સંસદસભ્યોને બચાવવા આતંકવાદીઓ સાથે લડી સામી છાતીએ ગોળી ખાનારાઓને યાદ કરી તેમને પણ વંદન કર્યા હતા

આ સંસદની ઈમારત પરનો હુમલો નહોતો, પરંતુ દેશની લોકશાહી પર કરવામાં આવેલો સીધો હુમલો હતો, એમ તેમણે કહ્યું હતું.

આજે એ લોકો આપણી વચ્ચે નથી, પરંતુ સંસદસભ્યોની સુરક્ષા કરવામાં તેમણે અમૂલ્ય યોગદાન આપ્યું હતું, એમ મોદીએ કહ્યું હતું.

બંધારણ ઘડવામાં ડો. બાબાસાહેબ આબંડકરે ભજવેલી ભૂમિકાની પણ મોદીએ પ્રશંસા કરી હતી.

રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, એપીજે અબ્દુલ કલામ, રામનાથ કોવિંદ અને દ્રોપદી મુર્મૂએ પણ સંસદની શોભા વધારી હોવાનું તેમણે કહ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદની જૂની ઈમારતને અંજલી આપી હતી અને કહ્યું હતું કે નવી આશા અને નવા આત્મવિશ્ર્વાસ સાથે અમે સંસદની નવી ઈમારતમાં સ્થળાંતર કરીશું.

દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીમાં સંસદની જૂની ઈમારતમાં સેવા આપનાર ૭,૫૦૦ કરતા પણ વધુ સાંસદોને યાદ કરતા મોદીએ કહ્યું હતું કે મંગળવારે ગણેશચતુર્થીના દિવસે અમે સંસદની નવી ઈમારતમાં સ્થળાંતર કરીશું.

જૂની ઈમારતના ઐતિહાસિક મહત્ત્વ પર ભાર મૂકતા મોદીએ કહ્યું હતું કે સંસદની જૂની ઈમારતના બાંધકામનો કોન્ટ્રાક્ટ વિદેશઓને આપવામાં આવ્યો હતો, પરંતુ ઈમારતના બાંધકામમાં ભારતીય મજૂરોનો પરસેવો, પરિશ્રમ અને રૂપિયો હતો.

આજે અમે સંસદની જૂની ઐતિહાસિક ઈમારત છોડી રહ્યા છીએ, એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે સ્વતંત્રતા અગાઉ આ ઈમારત ઈમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ હતી અને સ્વતંત્રતા બાદ તે સંસદભવન બની હતી. (એજન્સી)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત