આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat માં ભાજપના નવ ઉમેદવારો એક લાખથી વધુ મતની લીડથી આગળ, અમિત શાહે ત્રણ લાખથી વધુની લીડ ક્રોસ કરી

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) 25 લોકસભા બેઠક માટે મતગણતરી ચાલી રહી છે. જેમાં મતગણતરીમાં પ્રથમ બે કલાકમાં ચૂંટણી પરિણામોના(Election Result) સામે આવેલા વલણ મુજબ ભાજપ(BJP) 24 અને કોંગ્રેસ(Congress)1 બેઠક પર આગળ ચાલી રહી છે. જેમાં પ્રથમ બે કલાકમાં અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર, રાજકોટ, છોટાઉદેપુર, પોરબંદર, ખેડા, વલસાડ, નવસારી, બેઠક પર ભાજપને(BJP) એક લાખથી વધુની લીડ મળી છે.

ગૃહ મંત્રી અમિત શાહ 3.2 લાખ મતની સરસાઈથી આગળ

જેમાં પ્રારંભિક વલણમાં ઉમેદવારોને મળેલા મતોની વાત કરીએ તો તેમ હાલ ગુજરાતમાં ગાંધીનગર બેઠક પરથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ(Amit Shah)3.56 લાખ મતની સરસાઈથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે નવસારી લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર સી. આર. પાટીલ 100000 મતથી આગળ ચાલી રહ્યા છે.વલસાડ-ડાંગ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ધવલ પટેલ 1,09,439 મતથી આગળ છે. તેમજ છોટા ઉદેપુરમાં 4થા રાઉન્ડ બાદ ભાજપના ઉમેદવાર જશુ રાઠવા 114016 મતથી આગળ છે. ખેડામાં ભાજપ ઉમેદવાર દેવુંસિંહ ચૌહાણ 1,32,418 મતથી આગળ ચાલી રહ્યા છે.

મનસુખ માંડવિયા 1,00,000 મતથી આગળ

જ્યારે રાજકોટમાં ત્રીજા રાઉન્ડ બાદ BJP ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને 1,29,404 મતો મળ્યા, અમદાવાદ પશ્ચિમના ભાજપના દિનેશ મકવાણા 1,07,468ની લીડથી આગળ,પોરબંદર લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા 1,00,000 મતથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે વડોદરા બેઠક પર ભાજપના હેમાંગ જોષી 1,33,203 મતથી આગળ ચાલી રહ્યા છે

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button