ડ્રાઈવિંગ લાઈસન્સ માટેની ટેસ્ટ ‘એઆઈ’ આધારિત
ફક્ત દસ સેક્ધડમાં અરજદારની પાત્રતા નક્કી કરાશે
મુંબઈ: રાજ્યમાં અકસ્માતો પર નિયંત્રણ અને માર્ગ સુરક્ષામાં વૃદ્ધિ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઈ)નો ઉપયોગ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. રાજ્યની ૧૭ આરટીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત ટેસ્ટ ટ્રૅક બનાવવામાં આવશે. એ ટ્રૅક પર ટેસ્ટ પછી માત્ર દસ સેક્ધડમાં અરજદારની લાયસન્સની પાત્રતાનો નિર્ણય આપવામાં આવશે. માનવસહજ ભૂલોને કારણે થતા માર્ગ અકસ્માતોનું પ્રમાણ ૭૦ ટકાથી વધુ છે. ટુ વ્હીલર લાયસન્સ માટે એક વખતે સેંકડો યુવાનો ટેસ્ટ આપે છે. ફોર વ્હીલર્સ બાબતે પણ લગભગ એવી જ પરિસ્થિતિ હોવાથી માણસો દ્વારા કામગીરીનું પ્રમાણ વ્યાપક હોય છે. જેમને લાઈસન્સ અપાય એ દરેકમાં વાહન ચલાવવાનું કૌશલ્ય (સાયન્ટિફિક સ્કિલ) હોવાની કોઈ ખાતરી હોતી નથી. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત ટેસ્ટ ટ્રૅક ટુ વ્હીલર, ફોર વ્હીલર અને હળવાં વાહનો માટે લાગુ કરવામાં આવશે. હાલની પદ્ધતિમાં સામાન્ય રીતે વાહન ચાલકનો ટેસ્ટ લીધા પછી તેની ડ્રાઇવિંગ લાઈસન્સ માટેની યોગ્યતાનો નિર્ણય લેતાં આઠથી દસ મિનિટ લાગે છે. રાજ્યમાં ૧૭ ઠેકાણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત વ્હીકલ ટેસ્ટ ટ્રૅક બનાવવા માટે ટેન્ડર મંગાવાયાં હોવાનું ટ્રાન્સપોર્ટ કમિશનર વિવેક ભીમનવારે જણાવ્યું હતું. ઉ
ટેસ્ટ ટ્રૅક કેવો રહેશે?
અંગ્રેજી અંક ‘આઠ’ના આકારનો
અંગ્રેજી અક્ષર ‘એચ’ના આકારનો
પાંચ પોઇન્ટ
ગ્રેડિયન્ટ (ચડ ઉતર)
ઓવર ટેકિંગ ટ્રાફિક સિગ્નલ
- ટેસ્ટની કાર્યવાહીનું વીડિયો રિકોર્ડિંગ કર્યા પછી
પ્રત્યક્ષ ટાઇમિંગમાં વાહન ચલાવવાના કૌશલ્યની માહિતી એકઠી કરી શકાશે.
માનવ હસ્તક્ષેપ વગર વૈજ્ઞાનિક મૂલ્યાંકન
નિષ્પક્ષ અને પારદર્શક ટેસ્ટ પ્રોસિજર
ડેટાબેઝ તૈયાર કરવો અને ફરિયાદ નિવારણ કક્ષ
ટેસ્ટનું પરિણામ અને પરિણામનું વિશ્ર્લેષણ બોર્ડ પર પ્રકાશિત કરવામાં આવશે.
તમામ ઉમેદવારો માટે વેઇટિંગ રૂમ (એજન્સી)