Mumbai Loksabha results: જાણો છ બેઠક પર કોણ છે આગળ ને કોણ છે પાછળ
મુંબઈઃ લોકસભાની ચૂંટણીના પરિણામો ધીમે ધીમે આવી રહ્યા છે. મત ગણતરી હજુ પ્રાથમિક તબક્કામાં છે. ત્યારે મુંબઈની છ બેઠક પર પણ મત ગણતરી ચાલી રહી છે. જાણો શું છે સ્થિતિ ઉત્તર-પૂર્વ મુંબઈઃ અહીં શિવસેના (ઠાકરે)ના સંજય દીના પાટીલ અને ભાજપના મિહિર કોટેચા વચ્ચે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે. અગાઉ સંજય દીના પાટીલ આગળ હતા હવે મિહિર કોટેચા આગળ હોવાનું જાણવા મળે છે.
દક્ષિણ મધ્ય મુંબઈઃ સાઉથ સેન્ટ્રલ મુંબઈમાં સેના વિરુદ્ધ સેના જેવી સ્થિતિ છે. રાહુલ શેવાળે શિવસેના શિંદે જૂથમાંથી ચૂંટણી લડી રહ્યા છે, અનિલ દેસાઈ ઉદ્ધવ ઠાકરે જૂથમાંથી ચૂંટણી લડી રહ્યા છે. રાહુલ શેવાળે આગળ ચાલી રહ્યા છે.
દક્ષિણ મુંબઈ ઃ સાઉથ મુંબઈમાં સેના(શિંદે) અને સેના (ઠાકરે)વચ્ચે લડાઈ છે. યામિની જાધવ શિવસેના શિંદે જૂથમાંથી અને અરવિંદ સાવંત ઠાકરે જૂથના ઉમેદવાર છે. અરવિંદ સાવંત આગળ ચાલી રહ્યા છે.
ઉત્તર મધ્ય મુંબઈઃ કૉંગ્રેસના વર્ષા ગાયકવાડ અને ભાજપના ઉજ્જવલ નિકમ વચ્ચે ટક્કર છે. શરૂઆતી પરિણામોમાં વર્ષા ગાયકવાડ આગળ ચાલી રહ્યા છે. ઉત્તર-પશ્ચિમ મુંબઈઃ ઠાકરે જૂથના અમોલ કીર્તિકર અને શિંદે જૂથના રિવન્દ્ર વાયકર વચ્ચેની જંગમાં અમોલ કીર્તિકર આગળ હોવાનું જાણવા મળ્યું છે.
ઉત્તર મુંબઈઃ આ બેઠક પર ભાજપના પિયૂષ ગોયલ અને કૉંગ્રેસના ભૂષણ પાટીલ વચ્ચે જંગ છે. પિયૂષ ગોયલ આગળ ચાલી રહ્યા છે.