Live Election Polls: Gujarat ની 25 લોકસભા બેઠકના પરિણામ આજે જાહેર થશે, મત ગણતરી શરૂ કરાઇ
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) લોકસભાની(Lok sabha)25 બેઠકોની મતગણતરી(Counting) માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જેમાં સુરત લોકસભા બેઠક બિનહરીફ થતા ભાજપના ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. તેમજ ભાજપ ફરી એકવાર તમામ બેઠકો જીતશે તેવા તારણો એક્ઝિટ પોલમાં જોવા મળ્યા છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ પણ ચારથી વધુ બેઠકો જીતશે તેવો દાવો કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે મતદાનની ગણતરી માટે ત્રિ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 26 કેન્દ્રોમાં સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી છે . જેમાં સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી હાથ ધરવામાં આવશે.
મતગણતરીના સત્તાવાર મોડી સાંજ સુધીમાં સામે આવશે
રાજ્યમાં 4 જૂનના રોજ સવારના આઠ વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી છે. આ મતગણતરીના વલણ મુખ્યત્વે 12થી 2માં સામે આવી જશે જો કે, મતગણતરીના સત્તાવાર મોડી સાંજ સુધીમાં સામે આવશે. જ્યા બહુ ઓછા માર્જીનથી હારજીત થશે ત્યા વિરોધી ઉમેદવાર દ્વારા ફેર ગણતરીની માંગણી કરવામાં આવતી હોય છે. જો કે આ માંગણી સ્વીકારવી કે નહી તે રિટર્નીગ ઓફિસર નક્કી કરતા હોય છે.
જયારે ગુજરાતમાં ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના ઉમેદવાર અમિત શાહ અને કોંગ્રેસના સોનલ પટેલ આમને સામને હતા. ગાંધીનગરમાં બેલેટ પેપરથી મતગણતરી શરુ થઇ છે. જેમાં 8600 બેલેટ પેપરની મતગણતરી થવાની છે.
બનાસકાંઠા બેઠકની પણ મતગણતરી શરૂ
જેમાં ગુજરાતની સૌથી ચર્ચિત બેઠકોમાંની એક બનાસકાંઠા બેઠકની મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા બેઠક પર 13 લાખ 62,હજાર 628 મતદારોએ મતદાન કર્યું છે. જેમાં 11,475 પોસ્ટલ બેલેટની મતગણતરી થશે. બનાસકાંઠા લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભા મતદાર વિભાગ મુજબ અલગ-અલગ રૂમમાં 14 ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે.
25 મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતના 25 મતગણતરી કેન્દ્રો ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારી અને 175 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત 615 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને પોસ્ટલ બેલેટ અને ETPBS માટે જવાબદારી સોંપવામાં આવી છે.