મનોરંજન

19 વર્ષ પહેલાં Divorceની આગલી રાતે શું થયું હતું, Malaika Aroraએ કર્યો સ્ફોટક ખુલાસો…

બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા (Malaika Arora) સતત કોઈકને કોઈક કારણે ચર્ચા કે લાઈમલાઈટમાં આવતી જ હોય છે પછી એ બોલીવૂડ એક્ટર અને તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર (Bollywoo Actor Arjun Kapoor) સાથેની રિલેશનશિપ કે હોય બ્રેકઅપની ચર્ચાઓને કારણે હોય… હવે મલાઈકા ફરી એક વખત લાઈમલાઈટમાં આવી છે, પરંતુ આ વખતે તેનું લાઈમલાઈટમાં આવવાનું કારણ જરા અલગ છે. હાલમાં જ મલાઈકાએ એક શો પર પતિ અરબાઝ ખાન (Arbaaz Khan) સાથેના છુટાછેડા પહેલાંની રાતે શું બન્યું હતું એના વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

મલાઈકા અરોરા અને અરબાઝ ખાને 1998માં લગ્ન કર્યા હતા અને તેણે પોતાના શો મૂવિંગ વિથ મલાઈકમાં વાત કરતાં જણાવ્યું હતું કે તેણે અરબાઝને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું અને જ્યારે એક્ટ્રેસના છુટાછેડા થયા ત્યારે પરિવાર તેના આ નિર્ણય બિલકુલ ખુશ નહોતો. મેં અરબાઝ સાથે લગ્ન એટલે કર્યા હતા કારણ કે હું ઘરમાંથી બહાર નીકળવા માંગતી હતી. અરબાઝના અને મારા લગ્ન થયા અમને એક દીકરો થયો અરહાન ખાન… લગ્નના 19 વર્ષ બાદ અચાનક એક દિવસ મેં અને અરબાઝે છુટા પડવાનો નિર્ણય લીધો અને મને એ દિવસ બરાબર યાદ છે.

મલાઈકાએ એ દિવસ યાદ કરતાં આગળ કહ્યું હતું કે છુટાછેડાની આગલી રાતે આખો પરિવાર સાથે હતો અને તેઓ મને મારા નિર્ણય પર ફરી એક વખત વિચાર કરવા દબાણ કરી રહ્યો હતો. તેમણે મને કહ્યું કે તું તારા નિર્ણયને લઈને 100 ટકા શ્યોર છે કે? આ એ લોકો હોય છે જેમને તમારી ચિંકા હોય છે અને એ લોકો જ આવું કહેશે. બધાએ કહ્યું કે જો તારો નિર્ણય અફર છે તો અમને તારા પર ગર્વ છે અને અમારી નજરમાં તું એક શક્તિશાળી અને સક્ષમ મહિલા છે… બસ આ જ વાતોથી મને હિંમત મળી…

અત્રે ઉલ્લેખનીય છે કે 50 વર્ષીય મલાઈકા અરોરા (Malaika Arora)એ દીકરા અરહાન ખાન (Arhaan Khan)ના પોડકાસ્ટ પર લગ્ન, પ્રેમ, રિલેશનશિપ પર એકદમ ખુલીને પોતાના વિચારો રજૂ કર્યા હતા અને ત્યારથી તે લાઈમલાઈટમાં આવી હતી. જ્યારે અરબાઝ ખાન (Arbaaz Khan)એ મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે ગયા વર્ષે ડિસેમ્બરમાં બહેન અર્પિતા ખાનના ઘરે લગ્ન કર્યા હતા. જ્યારે મલાઈકા અરોરા પોતાનાથી 12 વર્ષ નાના એક્ટર અર્જુન કપૂર (Actor Arjun Kapoor)ને ડેટ કરી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button