આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), મંગળવાર, તા. 4-6-2024, શિવરાત્રિ, ભોમ પ્રદોષ, વટસાવિત્રી
વ્રતારંભ,
ભારતીય દિનાંક 14, માહે જયેષ્ઠ, શકે 1946
વિક્રમ સંવત 2080, શા. શકે 1946, વૈશાખ વદ-13
જૈન વીર સંવત 2550, માહે વૈશાખ, તિથિ વદ-13
પારસી શહેનશાહી રોજ 24મો દીન, માહે 10મો દએ સને 1393
પારસી કદમી રોજ 24મો દીન, માહે 11મો બેહમન, સને 1393
પારસી ફસલી રોજ 16મો મેહેર, માહે 3જો ખોરદાદ, સને 1393
મુુસ્લિમ રોજ 27મો, માહે 11મો જિલ્કાદ, સને 1445
મીસરી રોજ 28મો, માહે 11મો જિલ્કાદ, સને 1445
નક્ષત્ર ભરણી રાત્રે ક. 22-34 સુધી, પછી કૃત્તિકા.
ચંદ્ર મેષમાં મધ્યરાત્રિ પછી ક. 28-13 સુધી (તા. 5મી), પછી વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ), વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 02, અમદાવાદ ક. 05 મિ. 53, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 19 મિ. 11, અમદાવાદ ક. 19 મિ. 22, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી: સવારે ક. 10-28, રાત્રે ક. 22-12
ઓટ: સાંજે ક. 16-14, મધ્યરાત્રિ પછી ક.04-31 (તા. 5)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080, રાક્ષસ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1946,
ક્રોધી’ નામ સંવત્સર, વૈશાખ કૃષ્ણ – ત્રયોદશી. શિવરાત્રિ, ભોમ પ્રદોષ, વટસાવિત્રી વ્રતારંભ, વિષ્ટિ ક. 22-02થી.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: ભોમપ્રદોષ, શિવરાત્રિ, શિવપૂજા, શિવરુદ્રાભિષેક, નામ સંકિર્તન, ભજન, ભક્તિ, રાત્રિ જાગરણ, જાપ, દાન, બ્ર્ાાહ્મણ ભોજન, સંત ભોજન, ત્ર્યંબકેશ્વર, નાસિક તથા અન્ય તીર્થોમાં સ્નાનનો મહિમા. વ્રત ઉપવાસ, મંગળ-શુક્ર ગ્રહદેવતાનું પૂજન, યમદેવતાનું પૂજન, આમલીના વૃક્ષનું પૂજન, આમલીના ઔષધીય પ્રયોગો, માલ વેંચવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, યમદેવતાનું પૂજન, હાથીની લેવડદેવડ.
આચમન: બુધ-ગુરુ યુતિ પ્રામાણિક, સૂર્ય-શુક્ર યુતિ મિત્રતા કરવી ગમે, ચંદ્ર-હર્ષલ યુતિ (તા. 5)
ખગોળ જ્યોતિષ: બુધ-ગુરુ યુતિ, સૂર્ય-શુક્ર યુતિ, ચંદ્ર-હર્ષલ યુતિ (તા. 5) બુધ પૂર્વમાં અસ્ત થાય છે.
ગોચરગ્રહો: સૂર્ય-વૃષભ, મંગળ-મેષ, બુધ-વૃષભ, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ- વૃષભ, નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર