સગીરે બેફામ ફોર્ચ્યુનર કાર ચલાવી સગીર બાળકીને અડફેટે લીધી; સારવાર દરમિયાન બાળકીનું મોત
અમદાવાદ : અમદાવાદમાં (ahmedabad) વધુ એક હિટ એન્ડ રનની (hit and run incident)ઘટના સામે આવી છે. અહી એક સગીરે પુરપાટ ઝડપે ફોર્ચ્યુનર કાર ચલાવીને સ્કૂટી ચાલક સગીર યુવતીને ઉડાડી દીધી હતી. જો કે આ બનાવ બાદ પોલીસ ઘટનાસ્થળ પહોંચી હતી. જો કે અકસ્માતનો ભોગ બનેલ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
પીડિતાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત અનુસાર બાળકી સ્કૂટી લઈને બજાર તરફ જઈ રહી હતી. આ સમયે ફોર્ચ્યુનર કાર ચાલકે તેને અડફેટે લીધી હતી. જો કે નજરે જોનાર લોકોનું કહેવું છે કે આ સમયે કાર પુરપાટ ઝડપે હતી અને અકસ્માત સર્જ્યા બાદ કાર પરથી તેને કંટ્રોલ ગુમાવ્યો હતો અને કાર નજીકના ખાલી પ્લોટમાં ઘૂસી ગઈ હતી.
અકસ્માત બાદ હાજર લોકોએ સગીર કારચાલકને પકડીને માર માર્યો હતો અને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ સગીરના ભાઈ અને પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
આરોપી સગીર 17 વર્ષનો જ છે અને તે જે ફોર્ચ્યુનર કાર ચલાવી રહ્યો હતો તે તેના ભાઈ નીલેશ ભરવાડના નામે નોંધાયેલ છે. દીકરીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. પીડિતાના પરિવારે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.