દિલ્હીમાં તાજ એક્સપ્રેસના ચાર ડબ્બાઓમાં લાગી આગ; મુસાફરોને સુરક્ષિત બહાર કઢાયા

નવી દિલ્હી: દિલ્હીની સરિતા વિહાર પાસે તાજ એક્સપ્રેસના ચાર ડબ્બાઓમાં આગ લાગવાની ઘટના બની છે. જો કે ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગે ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
દિલ્હીની સરિતા વિહાર પોલીસ સ્ટેશન પાસે તાજ એક્સપ્રેસના ચાર ડબ્બાઓમાં આગ લાગી હતી. જો કે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. DCP રેલવેના જણાવ્યા અનુસાર ટ્રેનમાં આગ લાગવાની ઘટનામાં કોઈને ઇજા કે નુકસાન થયું નથી. તમામ મુસાફરોને સમયસર સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
દિલ્હી ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમને સાંજે સાડા ચાર વાગી આસપાસ તાજ એક્સપ્રેસના ચાર ડબ્બાઓમાં આગ લાગી હોવાની વિગતો મળી હતી. જેની માહિતી મળતા જ આઠ ફાયર ટેન્ડરોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. અને હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
જો કે હાલમાં જ મુંબઈ થી ગોરખપુર જઈ રહેલી ગોદાન એક્સપ્રેસમાં પણ આગ લગ હોવાની ઘટના સામે આવી હતી. જેને મુંબઈથી નીકળ્યા બાદ નાસિક રોડ પર પહોંચતા જ છેલ્લા લગેજના ડબ્બામાં આગ લાગી હતી. જો કે લગેજ ડબ્બામાં આગ લાગવાથી કોઈ જાનહાનિ સર્જાય નહોતી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો હતો.
આ સમાચાર બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. જેને અમે સતત અપડેટ કરી રહ્યા છીએ. માટે પેજને રિફ્રેશ કરતાં રહો.