તરોતાઝા

વિશ્ર્વની સર્વ શ્રેષ્ઠ ચરબી ઘી

પંચગવ્યનું પંચાંગ – પ્રફુલકુમાર કોટેલિયા

ભાગ-૨

મોનો અનસેટ્ચ્યુરેટેડ ફેટ : ઘીમાં લગભગ ૩૯% અને માખણ માં ૨૧% ઉપસ્થિત હોય છે. મોનોનો અર્થ છે કે એક (૧), મોનો અનસેટ્ચ્યુરેટેડ ફેટમાં કેવળ એક ડબલ બોન્ડ ઉપસ્થિત હોય છે. એટલે કે આની અણુકર્ણિકા ફક્ત એકજ જગ્યા પર અનસેટ્ચ્યુરેટેડ હોય છે. આથી તે સામાન્ય તાપમાને પ્રવાહી હોય છે.
(આપણે જોઈએ છે કે ઘણીવાર ઘીની બરણીમાં ઉપરનાં ભાગે પ્રવાહી સ્વરૂપ તરતું હોય છે )
સ્વાસ્થ્યમાં ભૂમિકા :- આ પણ શરીરની સંરચનાત્મક ચરબીનું રક્ષણ કરે છે. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તે ઉચ્ચ માત્રામાં પણ ઝેરી નથી હોતા. મોનો અનસેટ્ચ્યુરેટેડ ફેટ હૃદયમાં લાભકારી સિદ્ધ થયા છે. આધુનિક અનુસંધાન અનુસાર આ LDL અને ટ્રાય ગ્લીસરાઇડ્સને ઘટતી HDL ને વધારવામાં, એક્સીડાઇસ LDL ને ઘટાડવામાં, સોજો ઘટાડવામાં અને રક્તચાપને ઘટાડવામાં મદદરૂપ હોય છે.
૩) પોલી અનસે્ચ્યુરેટેડ ફેટ :- ઘી માં લગભગ ૪૭% અને માખણમાં ૩ થી ૪% ટકા પોલી અનસે્ચ્યુરેટેડ ફેટ હોય છે. આમાં ઘણાં બધાં ડબલ બંધન (બોન્ડ ) ઉપસ્થિત હોય છે. પરિણામસ્વરૂપ આ સાધારણ તાપમાનમાં પ્રવાહી અવસ્થા માં હોય છે.
સ્વાસ્થ્ય ભૂમિકા :– પોલી અનસે્ચ્યુરેટેડ ફેટ શરીરના સંરચનાત્મક (structural) અને નિયામક (Regulatory) બંનેની ભૂમિકા નિભાવે છે. તે કોષ દીવાલ (cell wall) બનાવવામાં મદદ કરે છે. અનુવંશીક અભિવ્યક્તિને નિયમિત કરે છે. (Genetic expression) અને કોષોના કાર્યમાં સહાયતા કરે છે. (Cell functioning)
પોલીઅનસે્ચ્યુરેટેડ ફેટી એસિડને કાર્બન-કાર્બન ડબલ બોન્ડનાં આધારે આગળ વર્ગીકૃત કરવામાં આવે છે.
૧) Omega -6 (PUFA )
ઉદા:લીનોલિક એસિડ, આરાકિડોન એસિડ ) ઘી માં લગભગ બે (૨%) ટકા અને માખણમાં લગભગ એક ટકા ઓમેગા -૬ હોય છે. ઓમેગા -૬ નું પહેલું ડબલ બોન્ડ છઠ્ઠા (6th) કાર્બન પર હોય છે. તેનું ઉદાહરણ – લાઈનોલિક એસિડ (આપણું શરીર આને બનાવી શકતું નથી. ફક્ત ખોરાકથી જ મેળવે છે.)
સ્વાસ્થ્ય ભૂમિકા :– ઓમેગા -૬ ફેટ Cell memdrence માં ઉપસ્થિત હોય છે અને સેલ્યુલર સિગ્નલીન્ગ (સૂચનાઓનું આદાન પ્રદાન) cellular signaling માં સહાયક થાય છે. અને આ વાસોડાઇલેટર (રક્તવાહિનીને આરામ કરવા અને રક્તચાપ ઘટાડવા માટેના રૂપમાં પણ કાર્ય કરી શકે છે. બે માસ પેશી ની વૃદ્ધિ અને સમારકામ માટે જરૂરી છે. અને મસ્તિષ્કમાં ઉપસ્થિત DHA ની સાથે સૌથી વધુ માત્રામાં ઉપસ્થિત ફેરી એસિડમાંનું એક છે. લીનોલેક એસિડ મુખ્ય રૂપથી સેરામાઇડ્સનો પ્રમુખ ઘટક છે. જે ત્વચા ને જલ અવરોધ બનાવવામાં મદદ કરે છે. તે વોટર સોલ્યુઅલ કંપાઉન્ડ્સને પ્રવેશતા રોકે છે. તથા સ્કીન મોઈશ્ર્ચરને જાળવી રાખવામાં મદદ કરે છે. પ્રાણીઓના અધ્યયનમાં આ એસિડની ઊણપથી ત્વચાનું રૂખાપણું, વાળ ખરવા, ઘા રૂઝાતા વાર લાગવી વગેરે જોવા મળ્યું.
ઓમેગા -૩ (omega -3 pufa):- આ ઘી અને માખણમાં એક ટકા હોય છે. આનું પહેલું ડબલ બોન્ડ ત્રીજા(3rd)કાર્બન પર હોય છે. પ્રકૃતિમાં આવા લગભગ છ પ્રકારના ઓમેગા ૩ વસા ઉપસ્થિત છે. તેમાંથી ૩ મુખ્ય છે. ૧) અલ્ફાયનોલિક એસિડ (અહાવફ લાઈનોલેક acid or ALA)
૨) એકોસેપેન્ટાએઓનિક એસિડ ( Eicosapentaenoic Acid or EPA )
૩) ડોકોસાહેકસાએઓનિક એસિડ (Docosa Hexaenoice acid or DHA
સ્વાસ્થ્ય ભૂમિકા :- ઓમેગા -૩ ફેટ્સ હૃદય અને મગજનાં કાર્યોની નિર્ણાયક ભૂમિકા નિભાવે છે. આંખો માટે પણ મહત્ત્વપૂર્ણ છે. ઓમેગા ૩ અને ઓમેગા ૬ જેવા કે ALA , DHA, EPA આપણા મસ્તિષ્ક અને ચેતાકોષોમાં સૌથી વધુ પ્રમાણમાં ઉપસ્થિત હોય છે. શરીરમાં આની ઊણપ થી અલ્ઝાઈમર, હતાશા (Depression), ચિંતા કે તણાવ (Anxiety ) અને ADHD જેવી મગજની બીમારીઓ ઉત્પન્ન થઈ શકે છે. DHA નો સૌથી વધુ સંકેન્દ્રણ આંખની રેટિનાના કોષોમાં હોય છે. પુરુષો અને મહિલાઓ બંનેમાં ઇષ્ટતમ પ્રજનન ક્ષમતા અને હાર્મોનલ સ્વાસ્થ્ય માટે પણ વસા આવશ્યક છે.
૪) પ્રાકૃતિક ટ્રાન્સ ફેટ્સ :-
ઉદાહરણ : કોન્જુગેટેડ લાઈનોલિક એસિડ (CLA ) વેક્સિનિક કે રૂમેનિક એસિડ ઘી અને માખણમાં લગભગ ૨.૭ ટકા પ્રાકૃતિક ટ્રાન્સ ફેટ્સ હોય છે. આ ટ્રાન્સ ફેટ્સ પ્રાણીઓ દ્વારા ફાઇબર ( જે ઘાસ પાંદડામાં ઉપસ્થિત હોય છે.) નું પાચન કરતી વખતે બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થાય છે. આપણા શરીરમાં પણ વેક્સિનિક એસિડ ને પાચન કરતા CLA ઉત્પન્ન થાય છે. CLA એ અત્યંત લાભકારી તત્ત્વ છે. આ બધા ઘીની તુલનામાં ગાયના ઘીમાં સૌથી વધુ મળે છે. ગાયના ખોરાકમાં જેટલું લીલા ચરણનું પ્રમાણ તેટલું સીએલએ નું પ્રમાણ વધુ, જેટલું અનાજનું પ્રમાણ વધુ તેટલું સી એલ એ (CLA) નું પ્રમાણ ઓછું.
સ્વાસ્થ્ય ભૂમિકા :- મેડિકલ અનુસંધાન પ્રમાણે કોન્જુગેટેડ લાઈનોલિક એસિડ (CLA ) હૃદય રોગના જોખમને ઘટાડે છે. અને ગ્લુકોઝ સહિષ્ણુતા (Glucose tolerance) અને ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં (insulin sencitivity) સુધારો કરીને type ૨ ટાઈપ ૨ ડાયાબેટીસને રોકવા અને પ્રતિબંધિત કરવામાં મદદ કરી શકે છે. CLA ટ્યુમરના વિકાસ અને મેટાસ્ટેટીક પ્રસારને અવરુદ્ધ કરી (Blocks metastetic spread of tumours) કૅન્સરના જોખમને ઘટાડવામાં સહાયક છે. કેટલાક અનુસંધાનો પ્રમાણે CLA અનાવશ્યક ચરબીને દૂર કરી વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે…. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button