Health Tips: સવારે ઊઠીને કેવું પાણી પીવું ? ગરમ કે ઠંડુ?
સ્વસ્થ, તાજુંમાજું અને યુાવન રહેવા માટે પાણી પીવું ખૂબ આવશ્યક છે. યોગ્ય માત્રામાં યોગ્ય સમયે પીવામાં આવતું પાણી કેટલીય બીમારીઓથી આપણને મુક્ત રાખે છે અને શરીરની સિસ્ટમને કામ કરતી રાખે છે. ખાસ કરીને વહેલી સવારે ઊઠીને ખાલી પેટ પાણી પીવાની સલાહ સૌ કોઈ આપે છે. સવારે ઉઠ્યા પછી પાણી પીવાને આયુર્વેદમાં ઉષાપાન કહે છે. આયુર્વેદ અનુસાર વાસી મોં પાણી પીવાથી પાચનક્રિયા સુધરે છે.
હાઈ બીપીના દર્દીઓ માટે સવારે સૌથી પહેલા પાણી પીવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આયુર્વેદ અનુસાર, સવારે ઉઠ્યા પછી પાણી પીવાથી લોહી પાતળું થાય છે, જે રક્તવાહિનીઓમાં સરળ પ્રવાહ તરફ દોરી જાય છે અને હૃદય પર દબાણ ઘટાડે છે. આ રીતે તમારું બીપી વધુ વધે છે.
Read More: Health Insurance ક્લેઇમ માટે હવે વધુ રાહ નહિ જોવી પડે, સરકાર લાવી રહી છે સિંગલ વિન્ડો પોર્ટલ
સૂતી વખતે બેક્ટેરિયા મોંમાં હોય છે જ્યારે તમે સવારે સૌથી પહેલા પાણી પીઓ છો, ત્યારે તમે તે બેક્ટેરિયા ગળી જાઓ છો, જે આંતરડામાં પ્રવેશ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
આ બધા સિવાય પાણી પીવાથી શ્વાસની દુર્ગંધને ઓછી કરવામાં અને મૌખિક સ્વાસ્થ્ય જાળવવામાં પણ મદદ મળે છે. પણ સવાલ એ છે કે સવારમાં ગરમ પાણી પીવું જ જરૂરી છે કે ઠંડુ પાણી પણ પી શકાય. હાલમાં અનુભવાતી ગરમીમાં ગરમ કે નવશેકું પાણી પીવું શક્ય નથી. તો પાણીનું તાપમાન કેટલું હોવું જોઈએ તે અંગે લોકોમાં મુંઝવણ હોય છે.
Read More: વજન ઉતારવું છે? ઉનાળાની આ સિઝન છે બેસ્ટ, બસ આટલું કરો
તો આ અંગે નિષ્ણાતો કહે છે કે જો તમે ગરમ પાણીને બદલે સામાન્ય પાણી પીઓ છો તો તે સ્વાસ્થ્ય માટે પણ સારું છે. એટલે કે પાણીના તાપમાનથી બહુ ફરક પડતો નથી. તમે રૂમ ટેમ્પરેચર વાળું પાણી પણ પી શકો. જોકે તેમણે ફ્રીજનું વધારે પડતુ ઠંડું પાણી ન પીવાને સલાહભર્યું કહ્યું નથી. તેનાંથી શ્વાસોશ્વાસમાં તકલીફ પડે છે અને શરદી ઉધરસની સમસ્યાઓ પણ સર્જાય છે. આથી રોજ સવારે ઊઠીને નણ્યા કોઠે પાણી પીવું સૌથી વધારે જરૂરી છે. તમે નવશેકું અથવા સામાન્ય તાપમાનનું પાણી પી શકો.