મનોરંજન

Aishwarya Rai Bachchan વિશે આ શું બોલી ગઈ Shweta Bachchan? વીડિયો થયો વાઈરલ…

બચ્ચન પરિવાર (Bachchan Family) છેલ્લાં કેટલાય સમયથી દરરોજ કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતું જ રહે છે અને હવે ફરી એક વખત બચ્ચન પરિવાર ચર્ચામાં આવ્યું છે શ્વેતા બચ્ચન (Shweta Bachchan)ને કારણે.

સોશિયલ મીડિયા પર શ્વેતા બચ્ચનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે તેની ભાભી અને બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) વિશે વાત કરતાં જોવા મળી હતી. શ્વેતા બચ્ચન આ વીડિયોમાં ઐશ્વર્યાની એવી આદત વિશે વાત કરતી જોવા મળે છે જે તે બિલકુલ પસંદ નથી. આવો જોઈએ આખરે ભાભી ઐશ્વર્યાની એવી તે કઈ હેબિટ છે જે નણંદ શ્વેતાને બિલકુલ પસંદ નથી…

શ્વેતાના આ વાઈરલ થઈ રહેલાં વીડિયો પર લોકો જાત જાતની કમેન્ટ્સ કરતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો કરણ જોહરના ફેમસ શો કોફી વિથ કરણ (Karan Johar’s Famous Show Koffee With Karan)નો છે જેમાં શ્વેતાને પૂછવામાં આવ્યું હતું કે ઐશ્વર્યાની એક ગમતી આદત, એક નહીં ગમતી આદત અને એક સહન કરવી પડતી હોય એવી આદત કઈ છે? આ સવાલના જવાબમાં શ્વેતા કહે છે કે તે એક સેલ્ફ મેડ, સ્ટ્રોન્ગ મહિલા છે અને એની સાથે સાથે તે એક સારી માતા પણ છે, જે મને ખૂબ જ ગમે છે.

જ્યારે ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan)ની નહીં ગમતી બાબત વિશે વાત કરતાં બચ્ચન પરિવારની આ લાડલી શ્વેતા બચ્ચન (Shweta Bachchan)એ જણાવ્યું હતું કે તેની સૌથી ખરાબ આદત એ છે તે ક્યારેય પણ મેસેજ કે કોલ્સના જવાબ નથી આપતી અને તેની સહન કરવી પડે એવી બાબત છે ટાઈમ મેનેજમેન્ટ.

જોકે, આ પહેલી વખત નથી કે શ્વેતા બચ્ચન ઐશ્વર્યા રાય બચ્ચનને લઈને કોઈ રિપોર્ટ્સ કે ન્યુઝ વાઈરલ થયા હોય. અવારનવાર બંનેના રિલેશન વિશેની ગોસિપની ચર્ચા સોશિયલ મીડિયા પર ચાલતી જ હોય છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button